AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karwa Visarjan: કરવા ચોથ પૂજા પછી માટીના કરવા અને પૂજન સામગ્રીનું શું કરવું ? આવતા વર્ષ માટે રાખવો કે કરવો વિસર્જિત

કરવા ચોથનું વ્રત પૂર્ણ થયા પછી પૂજામાં વપરાયેલા માટીના કરવા, જળ, અનાજ અને સુહાગ સામગ્રીને ગમે ત્યાં ફેંકવાને બદલે તેનું આદરપૂર્વક વિસર્જન કે યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. જાણો ધાર્મિક માન્યતાઓ અનુસાર સાચી રીત.

| Updated on: Oct 29, 2026 | 8:29 PM
Share
કરવા ચોથના પાવન પર્વે સુહાગન મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને સુખી દાંપત્યજીવનની કામના સાથે નિર્જળા વ્રત રાખે છે. સાંજે વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરી ચંદ્રને અર્ઘ્ય આપ્યા બાદ વ્રત ખોલવામાં આવે છે. આ તહેવારમાં પૂજાની સાથે-સાથે માટીના કરવા અને અન્ય પૂજન સામગ્રીનું પણ વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે.

1 / 7
ઘણીવાર લોકો એવું માને છે કે વ્રત ખોલતાં જ પૂજા પૂર્ણ થઈ ગઈ અને હવે કરવા સહિતની પૂજન સામગ્રી ગમે ત્યાં મૂકી શકાય છે. પરંતુ ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ અનુસાર, પૂજામાં ઉપયોગમાં લેવાયેલી દરેક સામગ્રીને સન્માનપૂર્વક સાચવવી અથવા તેનો યોગ્ય રીતે સદુપયોગ કરવો અનિવાર્ય છે. આવો જાણીએ કે પૂજા પછી માટીના કરવા અને અન્ય વસ્તુઓનું શું કરવું જોઈએ.

2 / 7
પૂજા પછી કરવા સાથે શું કરવું? પવિત્ર જળનો ઉપયોગ: કરવે રહેલા બાકીના જળને તુલસીજી અથવા અન્ય કોઈ પવિત્ર છોડના ક્યારામાં અર્પણ કરી દેવું જોઈએ. ધ્યાન રાખવું કે આ જળ પગ નીચે ન આવે. આવતા વર્ષ માટે સંગ્રહ: જો માટીનો કરવો સંપૂર્ણપણે અખંડ અને સારી સ્થિતિમાં હોય, તો તેને સ્વચ્છ પાણીથી ધોઈ, સૂકવીને ઘરના કોઈ પવિત્ર સ્થાને આવતા વર્ષની પૂજા માટે સુરક્ષિત રાખી શકાય છે.

3 / 7
પવિત્ર વૃક્ષ નીચે મૂકવો: જો કરવાને ઘરમાં ન રાખવો હોય, તો તેને પીપળો, વડલો, લીમડો કે આંબા જેવા પવિત્ર વૃક્ષના થડ પાસે આદરપૂર્વક મૂકી શકાય છે. જળમાં વિસર્જન: કરવાને કોઈ સ્વચ્છ નદી, તળાવ કે વહેતા જળમાં વિસર્જિત કરી શકાય છે.

4 / 7
છોડ વાવવો: જો કરવો સાદી માટીનો હોય અને તેના પર કોઈ હાનિકારક કલર કે પ્લાસ્ટિકનું ડેકોરેશન ન હોય, તો તેને સાફ કરીને તેમાં તુલસી કે અન્ય નાનો છોડ પણ રોપી શકાય છે. અનાજ અને સિક્કાનો સંગ્રહ: કરવાની અંદર રાખેલા ચોખા, સાકર કે સિક્કાને ઘરની તિજોરી અથવા અન્નના ભંડારમાં મૂકી રાખવા, જેથી ઘરમાં બરકત જળવાઈ રહે.

5 / 7
અન્ય પૂજન સામગ્રીનો યોગ્ય નિકાલ: ચોખા અને અનાજ: કરવાની અંદર રહેલા ચોખા, અડદ કે અન્ય અનાજ પક્ષીઓને ચણ તરીકે નાખી દેવા અથવા વૃક્ષના મૂળમાં અર્પણ કરવા. ફળ અને પ્રસાદ: પૂજામાં ચઢાવેલ ફળ અને મિઠાઈ સમગ્ર પરિવાર સાથે વહેંચીને ગ્રહણ કરવા અથવા કોઈ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને દાનમાં આપી દેવા.

6 / 7
ચાળણી અને સીંક: પૂજામાં વપરાયેલી ચાળણીને સુરક્ષિત રીતે સંભાળીને રાખી લેવી, જેનો ઉપયોગ આવતા વર્ષે ફરીથી કરી શકાય છે. જ્યારે પૂજામાં વપરાયેલી સીંક કે નાની પૂજા સામગ્રીનું જળમાં વિસર્જન કરવું. સુહાગની સામગ્રી: સોળ શૃંગાર કે સુહાગની સામગ્રી માતા પાર્વતીને અર્પણ કર્યા બાદ સાસુ અથવા અન્ય કોઈ સુહાગન મહિલાને આદરપૂર્વક ભેટ આપી દેવી જોઈએ.

7 / 7

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Diwali Cash Gift Tax: શું દિવાળી પર મળતી રોકડ ભેટ પર ટેક્સ ભરવો પડે છે? જાણો ક્યારે મળે છે છૂટ

Follow Us
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર

સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે

ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી

વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે

દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ

વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ

વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા

પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક

પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video

g clip-path="url(#clip0_868_265)">