AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓછા સમયમાં અને ઓછી મહેનતે બનાવો ‘સુરતી પનીર ઘોટાલા’, તેને બનાવવાની આસાન અને ઝડપી રીત નોંધી લો

શાહી પનીર, પાલક પનીર, પનીર ભુર્જી, પનીર બટર મસાલા અને પનીર ટિક્કા જેવી અનેક પનીરની વાનગીઓ તમે ઘણીવાર બનાવીને ખાધી હશે. એવામાં શું તમે ક્યારેય સુરતની સૌથી પ્રખ્યાત અને ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ ડિશ 'પનીર ઘોટાલા' ટ્રાય કર્યુ છે? જો ના, તો હવે તમારે બહાર જવાની કે ચિંતા કરવાની જરૂર નથી. ઘરમાં રહેલી સામાન્ય સામગ્રીથી જ તમે આ સ્વાદિષ્ટ ડિશ આસાનીથી બનાવી શકો છો.

ઓછા સમયમાં અને ઓછી મહેનતે બનાવો 'સુરતી પનીર ઘોટાલા', તેને બનાવવાની આસાન અને ઝડપી રીત નોંધી લો
Image Credit source: AI Generated
| Updated on: Oct 30, 2026 | 2:45 PM
Share

શાહી પનીર, પાલક પનીર, પનીર ભુર્જી, પનીર બટર મસાલા અને પનીર ટિક્કા જેવી અનેક પનીરની વાનગીઓ ખાધી હશે. આ બધા વચ્ચે શું તમે સુરતની પ્રખ્યાત ડિશ ‘પનીર ઘોટાલા’ ટ્રાય કર્યુ છે? જો નહીં, તો આ ટેસ્ટી અને ઝટપટ બની જતી ‘પનીર ઘોટાલા’ ની સરળ રેસિપી જાણી લો.

પનીર ઘોટાલાને ભુર્જીની જેમ જ તૈયાર કરવામાં આવે છે. બસ મોટો તફાવત એ છે કે, તેમાં પનીર સારી રીતે મસળીને (છીણીને) નાખવામાં આવે છે. આ જ કારણ છે કે, તેને ‘ઘોટાલા’ નામ આપવામાં આવ્યું છે.

સામગ્રી

  • 200 ગ્રામ પનીર
  • 2 ક્યુબ્સ ચીઝ
  • 1-2 ઝીણી સમારેલી લીલી મરચી
  • 2 મધ્યમ કદના ટામેટા ઝીણા સમારેલા
  • 1 ઝીણી સમારેલી લીલી શિમલા મરચી (કેપ્સિકમ)
  • 1/4 કપ મલાઈ અથવા ક્રીમ
  • 1/2 ઇંચ આદુ
  • 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર
  • 2 ચમચી તેલ
  • 2 ચમચી માખણ
  • 1/2 ચમચી જીરું
  • 1/2 નાની ચમચી ધાણાજીરું પાવડર
  • 1/4 નાની ચમચી લાલ મરચી પાવડર
  • 1/4 નાની ચમચી હળદર
  • 1/4 નાની ચમચી ગરમ મસાલો
  • 1 મોટો ચમચી કસૂરી મેથી
  • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

  1. પનીર ઘોટાલા બનાવવા માટે કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો અને પછી તેમાં 1/2 ચમચી જીરું નાખીને સાંતળો.
  2. આ પછી 1/4 નાની ચમચી હળદર, 1/2 નાની ચમચી ધાણાજીરું પાવડર અને 1 ચમચી કસૂરી મેથી નાખો.
  3. આ મસાલાને ધીમી આંચ પર 1 મિનિટ સુધી સાંતળ્યા પછી તેમાં 1/2 ઇંચ આદુ, 2 મધ્યમ કદના ઝીણા સમારેલા ટામેટા અને 1-2 ઝીણી સમારેલી લીલી મરચુ પણ નાખો.
  4. હવે મધ્યમ આંચ પર મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને પકાવવાના છે.
  5. મસાલા જ્યાં સુધી સંતળાઈ (શેકાઈ) રહ્યા છે, ત્યાં સુધી 200 ગ્રામ પનીર છીણી લો.
  6. આ સાથે જ 2 ક્યુબ્સ ચીઝ પણ છીણીને શાકમાં નાખવાનું છે.
  7. આ સ્ટેપમાં 1 ઝીણી સમારેલી શિમલા મરચાની સાથે 1/4 નાની ચમચી લાલ મરચા મિલાવી લો.
  8. તેને પણ ઓછામાં ઓછી 1 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો.
  9. મસાલો જ્યારે તેલ છોડવા લાગે, ત્યારે તેમાં છીણેલું પનીર મિક્સ કરી લો.
  10. આ પછી શાકમાં 1/4 નાની ચમચી ગરમ મસાલો અને 1 ચમચી કસૂરી મેથી સાથે 2 ચમચી માખણ પણ મિક્સ કરવાનું છે.
  11. શાકને ધીમી આંચ પર 2-3 મિનિટ સુધી પકાવ્યા પછી ગેસ બંધ કરી દો અને ઉપરથી 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર નાખો.
  12. બસ આ રીતે તમારું સુરત સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ ‘પનીર ઘોટાલા’ તૈયાર છે.

બાબુમોશાઈ, કુછ મીઠા હો જાયે ! આ દિવાળીએ ઘરે બનાવો બંગાળની ‘સંદેશ’, જુઓ આ પરફેક્ટ રીત

Follow Us
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા
સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે
ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો
ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો
બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ
બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ
આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ
આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
g clip-path="url(#clip0_868_265)">