Breaking News : જૂનાગઢના પાર્થ ભુતે રણજી ટ્રોફીમાં ઇતિહાસ રચ્યો, 17 રન આપીને 8 વિકેટ લીધી
સૌરાષ્ટ્રના સ્પિનર પાર્થ ભુતે (Parth Bhut) આસામ વિરુદ્ધ રણજી ટ્રોફી મેચમાં 17 રન આપી 8 વિકેટ લીધી છે. આ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રના કોઈ પણ બોલર દ્વારા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.પાર્થ ભુતે જૂનાગઢનો રહેવાસી છે.

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રના સ્પિનર પાર્થ ભુતે પોતાનો જાદુ દેખાડ્યો હતો. આસમના બેટ્સમેનને એક બાદ એક પવેલિયન મોકલ્યા હતા. પાર્થે માત્ર 17 રન આપી 8 વિકેટ લીધી હતી.

ત્યારબાદ સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફીમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેની ઘાતક બોલિંગના કારણે સૌરાષ્ટ્રે આસામને હરાવી 7 પોઈન્ટ પોતાને નામ કર્યા હતા.

આ સિદ્ધિ 29 વર્ષીય પાર્થ માટે પણ ખાસ છે, કારણ કે તેણે પોતાની સતત બીજી મેચમાં પાંચ વિકેટ લીધી છે. તેણે કર્ણાટક સામેની પાછલી મેચની બીજી ઇનિંગમાં પણ પાંચ વિકેટ લીધી હતી. સતત બે મેચમાં શાનદાર બોલિંગ કરીને પાર્થે પોતાનું ફોર્મ અને ક્ષમતા દર્શાવી છે.

પાર્થ ભુત રણજી ટ્રોફીમાં એક ઇનિંગમાં આઠ વિકેટ લેનાર સૌરાષ્ટ્રનો બીજો બોલર બન્યો. અગાઉની સિદ્ધિ ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટે હાંસલ કરી હતી.

પાર્થ ભૂતનો જન્મ 4 ઓગસ્ટ 1997ના રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે. તેમણે 25 ડિસેમ્બર 2019ના રોજ 2019-20 રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.

તેમણે 1 માર્ચ 2021ના રોજ 2020-21 વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે લિસ્ટ-એ ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતું.

તેમણે 4 નવેમ્બર 2021ના રોજ 2021-22 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે ટ્વેન્ટી20 ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.
WPL 2027 All Teams Squads : WPL 2027 માટે બધી ટીમોની ટીમો નક્કી , ખેલાડીઓ મુંબઈ, યુપી અને RCBનું પ્રતિનિધિત્વ કરશે અહી ક્લિક કરો
