Breaking News : ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો, જુઓ Video
ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટવાના કારણે ભારતના આસામ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં પૂરનું એલર્ટ જાહેર કરાયું છે. શિન્ટાકુ તળાવ ઓવરફ્લો થતા સંકોષ નદીમાં જળસ્તર વધવાની આશંકા છે.
ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટવાની ગંભીર ઘટના બાદ ભારતના બે રાજ્યો – આસામ અને પશ્ચિમ બંગાળ – માં પૂરની ભયાવહ સ્થિતિનો ખતરો તોળાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે બંને રાજ્યો માટે તાત્કાલિક પૂર એલર્ટ જાહેર કર્યું છે. મળતી માહિતી મુજબ, શિન્ટાકુ તળાવ ઓવરફ્લો થતાં સંકોષ નદીના જળસ્તરમાં અચાનક વધારો થવાની પ્રબળ આશંકા છે, જેના કારણે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે.
આસામના ધુબરી જિલ્લા સહિત પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ, અલીપુરદ્વાર અને જલપાઈગુડી વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. પૂરની સંભાવનાને પગલે પશ્ચિમ બંગાળમાં મોડી રાતથી જ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. સંકોષ નદીના કાંઠે રહેતા નાગરિકોને તાત્કાલિક સલામત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી છે, અને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને અનેક વિસ્તારોમાં સાયરન પણ વગાડવામાં આવ્યા છે.
મંત્રી નિશીથ પ્રમાણિકે સ્થાનિક લોકોને વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપવા વિનંતી કરી છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્રિય કરવામાં આવી છે. ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટ્યા બાદ ત્યાં પણ સ્થિતિ અત્યંત ગંભીર બની છે.
કરાચી બંદર પર 7 મહિનાથી ફસાયેલા 6 ભારતીય નાવિકો, જહાજમાં વીજળી બંધ અને પાસપોર્ટ પણ જપ્ત
ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો
બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ
આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ

