AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતની હાર માટે કેપ્ટને બોલરોને ઠેરવ્યા જવાબદાર, બેટ્સમેનોની નિષ્ફળતા પર સાધ્યું મૌન

ન્યુઝીલેન્ડ સામે ચોથી T20Iમાં 87 રનથી મળેલી કારમી હાર બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરના નિવેદને ચર્ચા જગાવી છે. ઐયરે હાર માટે બોલિંગ યુનિટને જવાબદાર ગણાવ્યું, પરંતુ ભારતીય બેટિંગના પતન અંગે એક શબ્દ પણ કહ્યો નહીં. હવે સવાલ એ છે કે શું ટીમ ઈન્ડિયાની હાર પાછળ માત્ર બોલરોની નિષ્ફળતા જ જવાબદાર હતી?

Breaking News: ભારતની હાર માટે કેપ્ટને બોલરોને ઠેરવ્યા જવાબદાર, બેટ્સમેનોની નિષ્ફળતા પર સાધ્યું મૌન
shreyas iyerImage Credit source: X
| Updated on: Oct 30, 2026 | 9:40 PM
Share

શુક્રવારે ઓકલેન્ડમાં રમાયેલી ચોથી T20Iમાં ન્યૂઝીલેન્ડે ભારતને 87 રનથી હરાવ્યું હતું. યજમાન ટીમે ગ્લેન ફિલિપ્સના તોફાની 107 રન અને માઈકલ બ્રેસવેલના 65 રનની મદદથી 7 વિકેટે 259 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 9 વિકેટે માત્ર 172 રન બનાવી શકી હતી. આ હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે મેચમાં થયેલી ભૂલો અંગે પોતાની વાત રજૂ કરી હતી.

હાર બાદ ઐયરે બોલરોને ઠેરવ્યા જવાબદાર

ઐયરે મેચ બાદ બોલિંગ યુનિટના પ્રદર્શનને હારનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. ખાસ કરીને પાવરપ્લેમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને મળેલી ગતિને રોકવામાં ભારતીય બોલરો નિષ્ફળ રહ્યા હતા. ઐયરે કહ્યું હતું કે, ‘અમે અમારી બોલિંગમાં નિષ્ફળ ગયા. ખાસ કરીને પાવરપ્લેમાં તેમણે ત્રીજી ઓવરથી જ ગતિ પકડી લીધી હતી.’ તેમણે ફિલિપ્સની બેટિંગની પણ પ્રશંસા કરી હતી.

ભારતીય બોલરોની જોરદાર ધુલાઈ

ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે માત્ર 49 બોલમાં 107 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જ્યારે માઈકલ બ્રેસવેલે 25 બોલમાં 65 રન ફટકારીને ભારતીય બોલરોની મુશ્કેલી વધારી હતી. ફિલિપ્સે નીતિશ કુમાર રેડ્ડીની 16મી ઓવરમાં 32 રન ફટકાર્યા હતા, જેમાં સતત ચાર છગ્ગાનો સમાવેશ થતો હતો. બંને બેટ્સમેનોએ મળીને 16 છગ્ગા ફટકાર્યા હતા.

બેટ્સમેનોની નિષ્ફળતા પર કેપ્ટનનું મૌન

જોકે, ઐયરના નિવેદનમાં ભારતીય બેટિંગના પતનનો ઉલ્લેખ ન થતાં ચર્ચા શરૂ થઈ છે. 260 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. સંજુ સેમસન અને ઈશાન કિશન પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયા હતા. પાવરપ્લે દરમિયાન ભારતે માત્ર 61 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેક શર્માએ 27 રન અને શ્રેયસ ઐયરે 22 રન બનાવ્યા હતા. આમ, બેટિંગ યુનિટ પણ હાર માટે એટલું જ જવાબદાર હતું.

અંતિમ T20માં નવી વ્યૂહરચના બનાવશે

હવે ભારત પાસે હેમિલ્ટનમાં રમાનારી પાંચમી અને અંતિમ T20Iમાં વાપસી કરવાની તક છે. ઐયરે સ્વીકાર્યું હતું કે ટીમે પોતાની ભૂલોનું આત્મમંથન કરવાની અને નવી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરવાની જરૂર છે. તેણે કહ્યું હતું કે ટીમે પોતાની ખામીઓ ઓળખીને યોગ્ય અમલ સાથે વાપસી કરવી પડશે. હવે જોવાનું એ રહેશે કે અંતિમ મુકાબલામાં ભારતીય ટીમ બોલિંગ અને બેટિંગ બંનેમાં સુધારો કરી શકે છે કે નહીં.

Breaking News: ભારતની દીકરી મનીષા ભાનવાલાએ રચ્યો ઇતિહાસ, વર્લ્ડ રેસલિંગ ટાઇટલ જીતનાર પ્રથમ મહિલા રેસલર બની

Follow Us
ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video
ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video
દ્વારકાના ભાડથર ગામે વીજકંપનીની કામગીરી સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
દ્વારકાના ભાડથર ગામે વીજકંપનીની કામગીરી સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
MLA વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માગ
MLA વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માગ
સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન !
સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન !
અમરેલીના ખાંભામાં ઘરમાં ઘૂસ્યો સિંહ! કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો
અમરેલીના ખાંભામાં ઘરમાં ઘૂસ્યો સિંહ! કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા
સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે
ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો
ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો
g clip-path="url(#clip0_868_265)">