AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમરેલીના ખાંભામાં ઘરમાં ઘૂસ્યો સિંહ! કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો, જુઓ-Video

Breaking News : અમરેલીના ખાંભામાં ઘરમાં ઘૂસ્યો સિંહ! કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો, જુઓ-Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2026 | 2:50 PM
Share

મળતી માહિતી મુજબ, વહેલી સવારે જૂના માલકનેસ ગામમાં સિંહોએ પશુનું મારણ કર્યું હતું. ત્યારબાદ એક સિંહ અમરૂભાઈ વરુના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો. ઘરના ઓરડામાં સિંહ બેસી જતાં તે કલાકો સુધી બહાર નીકળ્યો નહોતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જૂના માલકનેસ ગામમાં વહેલી સવારે સિંહ રહેણાંક મકાનમાં ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ગામમાં સિંહોએ એક પશુનું મારણ કર્યા બાદ એક સિંહ નજીક આવેલા મકાનમાં ઘૂસી ગયો હતો. મકાનના એક ઓરડામાં સિંહ બેસી જતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

મકાનમાં ઘૂસી ગયો સિંહ

મળતી માહિતી મુજબ, વહેલી સવારે જૂના માલકનેસ ગામમાં સિંહોએ પશુનું મારણ કર્યું હતું. ત્યારબાદ એક સિંહ અમરૂભાઈ વરુના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો. ઘરના ઓરડામાં સિંહ બેસી જતાં તે કલાકો સુધી બહાર નીકળ્યો નહોતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

ગ્રામજનોએ દરવાજો બંધ કરી વન વિભાગને જાણ કરી

સિંહની હાજરીને કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે ગ્રામજનોએ સાવચેતી રાખી હતી. સ્થાનિકોએ ઘરના ઓરડાનો દરવાજો બંધ કરી દીધો હતો અને તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

ટ્રંક્યુલાઇઝ કરી સિંહનું રેસ્ક્યૂ કરાયું

વન વિભાગના RFO નીપુલ લકુમની ટીમ અને વેટરનરી તબીબે સ્થળ પર પહોંચીને સિંહનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. સિંહને ટ્રંક્યુલાઇઝ કર્યા બાદ સુરક્ષિત રીતે પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

વન વિભાગની ટીમે સમયસર કામગીરી કરીને સફળતાપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ કર્યું હતું. સિંહ રહેણાંક મકાનમાં ઘૂસી જવાની આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભારે ચર્ચા જાગી હતી.

Breaking News : અમદાવાદમાં બનશે 175 મીટર ઊંચો સિટી સ્ક્વેર! AMCએ ₹570 કરોડના પ્રોજેક્ટની ડિઝાઇનને આપી આખરી મંજૂરી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">