WFIને ભારે પડ્યા પહેલવાનોના ધરણા, છિનવાઈ ગઈ એશિયન ચેમ્પિયનશીપની મેજબાની

TV9 GUJARATI

|

Updated on: Feb 24, 2023 | 4:52 PM

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની તપાસ ચાલી રહી છે જેના કારણે ભારતમાંથી યમજમાની છીનવાઈ ગઈ છે.

એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપને નવી દિલ્હીથી અસ્તાનામાં ખસેડવામાં આવી છે. આ સાથે તેની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટુર્નામેન્ટ 7 થી 15 એપ્રિલ દરમિયાન યોજાશે. રમતની આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)એ ગુરુવારે આ માહિતી આપી.

1 / 5
Bhushan Singh (File)

Wrestlers Protest: Kapil Sibal told Supreme Court, 40 cases have been registered against Brij Bhushan Singh, I can give you the list

2 / 5
ભારતીય કુસ્તીબાજોએ તાજેતરમાં ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સામે ધરણા કર્યા હતા. તેમણે ભાજપના સાંસદ પર માનસિક શોષણનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેણે એમ પણ કહ્યું હતું કે, બ્રિજ ભૂષણના કારણે ઘણા કોચ મહિલા રેસલરો સાથે શારીરિક શોષણ પણ કરે છે. બે દિવસના ધરણા બાદ રમત મંત્રાલયે આના પર કાર્યવાહી કરી.

3 / 5
ખેલ મંત્રાલયે બ્રિજ ભૂષણને થોડા સમય માટે પદ પરથી હટાવી દીધા હતા. આ સાથે મામલાની તપાસ માટે એક કમિટીની પણ રચના કરવામાં આવી હતી. તે જ સમયે, ભારતીય ઓલિમ્પિક સંઘે પણ આ જ તપાસ માટે એક અલગ સમિતિની રચના કરી હતી. હજુ સુધી તપાસનો રિપોર્ટ સામે આવ્યો નથી.

4 / 5
અસ્તાના પહેલાથી જ મોટી ચેમ્પિયનશિપનું આયોજન કરી ચૂક્યું છે. વર્ષ 2019માં શહેરમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ખૂબ જ સફળ રહી હતી. જ્યારે કઝાકિસ્તાનને 2021 એશિયન ચેમ્પિયનશિપની યજમાની મળી, ત્યારે તેનું આયોજન પણ અહીં કરવામાં આવ્યું હતું. અલ્માટી શહેરમાં ગયા વર્ષે ત્રીજી રેન્કિંગ સીરિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

5 / 5

Latest News Updates

Follow us

Click on your DTH Provider to Add TV9 Gujarati