Silver Rate : સોનું પાછળ રહી ગયું ! આ 5 મોટા કારણોથી ચાંદીમાં તોફાની તેજી, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે રોકાણકારો પાસે ‘સુવર્ણ તક’
ચાંદીના ભાવમાં તાજેતરમાં જોરદાર તેજી જોવા મળી છે. આ ભાવ વધારા પાછળ 5 મોટા કારણો જવાબદાર છે, જેના કારણે ચાંદી સોના કરતાં આગળ નીકળી ગઈ છે.

આ અઠવાડિયે ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો, જે વૈશ્વિક બજારમાં 5% થી વધુ ઉછળીને $51 પ્રતિ ઔંસ પર પહોંચી ગયો. હવે આની પાછળના 5 મુખ્ય કારણ કયા છે અને રોકાણકારોએ આગળ શું કરવું, તે જોવાનું રહેશે.

ફેડ રેટ કટની આશા: અમેરિકામાં નોકરીના આંકડા નબળા આવવાથી અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઘટવાથી હવે માર્કેટ એ ધારણા લગાવી રહ્યું છે કે, ફેડ ડિસેમ્બરમાં રેટ કટ કરી શકે છે. માર્કેટમાં 64% સંભાવના છે કે, ફેડ 25 બેસિસ પોઈન્ટનો કટ કરશે. ફેડ ગવર્નર સ્ટીફન મિરાને તો 50 પોઇન્ટનો ઘટાડો સૂચવ્યો છે. રેટ કટથી ડોલર નબળો પડે છે અને યીલ્ડ ઘટે છે, જેનો સીધો ફાયદો કિંમતી ધાતુઓને મળે છે.

ડોલરમાં નબળાઈનો ફાયદો: જ્યારે ડોલર નબળો પડે છે, ત્યારે સોનું અને ચાંદી જેવી કોમોડિટીઝ વધુ આકર્ષક બને છે, કારણ કે તેમની કિંમત ડોલરમાં નક્કી થાય છે. ટૂંકમાં કહીએ તો, ડોલર નબળો = ચાંદી મોંઘી.

અમેરિકન શટડાઉન સમાપ્ત થવાની આશા: અમેરિકન સેનેટે 40 દિવસથી ચાલતા સરકારી શટડાઉનને સમાપ્ત કરવા માટે બિલ પાસ કર્યું છે. હવે આ બિલ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જશે. શટડાઉન સમાપ્ત થવાથી સેફ-હેવન ડિમાન્ડ થોડું ઘટી શકે છે પરંતુ રેટ કટની અપેક્ષાઓ હજી પણ ચાંદીના ભાવને સપોર્ટ આપી રહી છે.

ઘટતી બોન્ડ યીલ્ડ: જ્યારે બોન્ડ યીલ્ડ ઘટે છે, ત્યારે રોકાણકારો Fixed-Income માંથી રૂપિયા કાઢીને મેટલ્સમાં રોકાણ કરે છે. આથી ઇન્સ્ટિટ્યુશનલ ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે.

ચાંદીના ડ્યુઅલ ડ્રાઈવર્સ ('ઇન્ડસ્ટ્રી + ઇન્વેસ્ટમેન્ટ'): સોનાની સરખામણીમાં ચાંદીમાં વધારાની મજબૂતાઈ છે, કારણ કે રોકાણકારો તેને Safe-Haven માને છે. ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે (જેમ કે EVs અને સોલાર પેનલ્સમાં) તેની મોટી માંગ છે. સરળ રીતે જોઈએ તો, ચાંદીની રેલી વધુ જોરદાર દેખાઈ રહી છે.

ચાંદી હાલમાં મજબૂત સ્થિતિમાં છે. તેની સ્પોટ પ્રાઈઝ $51 પ્રતિ ઔંસથી ઉપર પહોંચી ગઈ છે અને આ અઠવાડિયે તેમાં 5% થી વધુનો ઉછાળો નોંધાયો છે. માર્કેટમાં હાલનું સેન્ટિમેન્ટ પોઝિટિવ છે, કારણ કે રોકાણકારો હજુ પણ ફેડ રેટ કટની અપેક્ષા રાખી રહ્યા છે, જે કિંમતી ધાતુને વધુ સપોર્ટ આપી રહ્યું છે.

જો વૈશ્વિક સ્તરે ચાંદીનો ભાવ $51 પર સ્થિર રહે છે, તો MCX પર પણ કિંમતોમાં તેજી જોવા મળી શકે છે. આનો સીધો પ્રભાવ જ્વેલરી અને ઇન્ડસ્ટ્રીયલ માંગ પર પડશે. રોકાણકારો હવે સિલ્વર ETFs, સિલ્વર મિની અને સિલ્વર માઇક્રો જેવા ઇન્વેસ્ટમેન્ટ ઑપ્શન્સમાં રસ દેખાડી શકે છે.
આ પણ વાંચો: Gold Rate: રોકાણકારો સાવધાન! આવતા અઠવાડિયે નક્કી થશે ‘સોનાના ભાવની દિશા’, સૌની નજર અમેરિકા અને ચીનના આર્થિક ડેટા પર
