AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: રોકાણકારો સાવધાન! આવતા અઠવાડિયે નક્કી થશે ‘સોનાના ભાવની દિશા’, સૌની નજર અમેરિકા અને ચીનના આર્થિક ડેટા પર

શુક્રવારે MCX પર ડિસેમ્બર ડિલિવરી માટે સોનાનો વાયદો 165 રૂપિયા ઘટીને 1,21,067 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. જો કે, આગામી સપ્તાહમાં સોનાના ભાવમાં વધારો થવાની ધારણા છે.

| Updated on: Nov 09, 2025 | 8:37 PM
Share
મળતી માહિતી મુજબ વિશ્લેષકોએ આગાહી કરી કે, યુએસ ફુગાવાના ડેટા, વેપાર ટેરિફ અંગે સતત અનિશ્ચિતતાઓ અને ચીનના મુખ્ય આર્થિક ડેટા પહેલાં આગામી સપ્તાહમાં સોનાના ભાવમાં સુધારો ચાલુ રહેવાની અપેક્ષા છે.

1 / 7
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વેપારીઓ મોનીટરી પોલિસી અંગે સ્પષ્ટતા મેળવવા માટે અમેરિકન ફેડરલ રિઝર્વના અધિકારીઓની ટિપ્પણીઓ પર પણ કડક નજર રાખશે, જેના લીધે ભવિષ્યમાં સોના-ચાંદીના ભાવની દિશા નક્કી થવાની શક્યતા છે.

2 / 7
JM ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના EBG કોમોડિટી અને કરન્સી રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ મીરે જણાવ્યું હતું કે, "સોનાના ભાવમાં ઘટાડો અથવા વધુ સુધારો થવાની ધારણા છે, કારણ કે સૌનું ધ્યાન મોંઘવારીના આંકડા, ટેરિફ પર અમેરિકન સુપ્રીમ કોર્ટની સુનાવણી, ફેડ અધિકારીઓના ભાષણો અને ચીનના આર્થિક આંકડા પર રહેશે."

3 / 7
તેમણે વધુમાં કહ્યું કે, આ અઠવાડિયે સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો હોવા છતાં ધાતુ મોટે ભાગે એક મર્યાદિત દાયરા સુધી જ રહી છે. મજબૂત ડોલર અને નબળી ફિઝિકલ ડિમાન્ડને કારણે તેની વધારાની ગતિ રોકાઈ ગઈ છે. છૂટક ખરીદદારો ભાવમાં વધુ ઘટાડાના ડરથી બજારથી દૂર રહી રહ્યા છે.

4 / 7
શુક્રવારે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બર ડિલિવરી માટે સોનાનો વાયદો 165 રૂપિયા અથવા 0.14 ટકા ઘટીને 1,21,067 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો.

5 / 7
એન્જલ વનના DVP (રિસર્ચ, નોન-એગ્રી કમોડિટીઝ અને કરન્સી) પૃથમેશ માલ્યાએ જણાવ્યું હતું કે, “આ સમય દરમિયાન MCX પર સોનાનો ફ્યુચર ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,17,000 થી ₹1,22,000 ની આસપાસ રહ્યો હતો. અમેરિકાના શ્રમબજાર (Labor Market) ના નબળા અહેવાલ, સુરક્ષિત રોકાણની માંગ, અમેરિકામાં વ્યાજદર ઘટાડાની અપેક્ષા અને સેન્ટ્રલ બેન્કની ખરીદીના કારણે ભવિષ્યમાં સોનાના ભાવ પર અસર થઈ શકે છે.”

6 / 7
તેમણે વધુમાં કહ્યું, "સોનું વર્ષ 1979 પછીથી તેની વાર્ષિક વૃદ્ધિની દિશામાં છે અને જો હાલના મૂળભૂત પરિબળો અસરકારક રહ્યા, તો ટૂંક સમયમાં સોનાના ભાવમાં વધુ તેજી જોવા મળી શકે છે."

7 / 7

આ પણ વાંચો: Gold Safety : શું તમારું સોનું ‘બેંક લોકર’માં ખરેખર સુરક્ષિત છે ? આની પાછળની વાસ્તવિકતા તમને ચોંકાવી દેશે

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">