AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એ માસુમ ઢીંગલીઓ… ઈરાનમાં એકસાથે દફનાવવામાં આવી 160 નિર્દોષ દીકરીઓ, ઈઝરાયેલના હુમલામાં ગયો જીવ

ઈરાનના મિનાબ શહેરમાં હજારોની સંખ્યામા ઉમટેલા માનવમહેરામણમાં માત્ર બે જ રંગો દેખાઈ રહ્યા હતા. સફેદ કફનમાં લપેટાયેલી 160 બાળકીની લાશો અને કાળા રંગના પોશાકમાં અલવિદા કહેવા આવેલા આક્રંદ કરતા તેના માતાપિતા. 28 ફેબ્રુઆરીએ ઈઝરાયેલના હુમલામાં એક સ્કૂલ પર મિસાઈલ પડી અને 160 નાની બાળકીઓ મોતની ચાદર ઓઢીને ચાલી નીકળી.

એ માસુમ ઢીંગલીઓ... ઈરાનમાં એકસાથે દફનાવવામાં આવી 160 નિર્દોષ દીકરીઓ, ઈઝરાયેલના હુમલામાં ગયો જીવ
| Updated on: Mar 03, 2026 | 8:19 PM
Share

ઈરાનની અસહ્ય પીડાને ઉજાગર કરતી આ લાઈન ઈરાની દુતાવાસે લખી છે. ઈરાને મંગળવારે ઈઝરાયેલી-અમેરિકી હુમલામાં મોતને ભેટેલી 160 દીકરીને અંતિમ વિદાય આપી. આ દૂતાવાસે લાઈનસર ખોદેલી 160 કબરની તસવીર પણ X પર પોસ્ટ કરી છે.

ઓસ્ટ્રિયા સ્થિત ઈરાની દૂતાવાસે આગળ લખ્યુ છે એ માસૂમ દીકરીઓ, જે સૂતા પહેલા બસ માત્ર એક વાર્તા સાંભળવા માગતી હતી હવે કબરની ઠંડીની ઘૂટનભરેલી ખામોશીમાં સૂતી છે. તેમનુ હાસ્ય જે ગલીઓમાં ગૂંજવુ જોઈએ તે હવે નથી રહી.

“શર્મ, એ લોકો પર, લાનત એમના પર જે આ ભયાનક ઘટનાને જોઈને ચિખતા નથી, એ લોકો પર જે અપરાધીઓના હાથે બાળકોની હત્યા થતી જોઈને પણ મૌન સેવીને બેઠા છે. તમારુ મૌન એક વોટ છે, તમારુ કંઈ જ ન કરવુ એક હથિયાર છે. ઈતિહાસ યાદ રાખશે કે તમે કોનો સાથ આપ્યો. US ઈઝરાયેલી બોંબમારીમાં એક પ્રાઈમરી સ્કૂલની 160 થી વધુ વિદ્યાર્થિનીઓના મોત થયા.”

ઈરાન આઘાતમાં સરી પડેલુ છે. ઈરાનના મિનાબ શહેરમાં મંગળવારે લાખો લોકોની ભીડે એ 160 લાડલી દીકરીઓને અંતિમ વિદાય આપી. જે ઈઝરાયેલી અને અમેરિકી હુમલામાં મૃત્યુ પામી. આ અત્યંત ગમગીન કરી દેનારો માહોલ હતો. માતાઓ છાતી કૂટી કૂટીને રડી રહી હતી. તેના પિતાઓ બદલાની આગમાં અંદરને અંદર જ સમસમી રહ્યા છે. ઈરાનના મિનાબ શહેરમાં આ 160 દીકરીઓના જનાજામાં આવેલ એકેએક વ્યક્તિ રડી રહી હતી.

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ પણ આ 160 કબરોની તસવીર એકસ્ પર પોસ્ટ કરી છે.

તેમણે લખ્યુ છે “આ કબર એ 160 થી વધુ માસૂમ બાળકીઓ માટે ખોદાઈ રહી છે, જે યુએસ-ઈઝરાયેલી બોંબમારી દરમિયાન સ્કૂલમાં મિસાઈલ પડવાથી મૃત્યુ પામી. તેમના શરીરના ટૂકડે ટૂકડા થઈ ગયા. મિસ્ટર ટ્રમ્પે જે બચાવનું વચન આપ્યુ હતુ તે હકીકતમાં આવુ જ દેખાઈ રહ્યુ છે. ગાઝાથી લઈને મિનાબ સુધી માસૂમોની બેરહેમીથી હત્યા કરી દેવામાં આવી.”

ઈરાનના મિનાબ શહેરમાં માહોલ અત્યંત ભાવુક કરી દેનારો, ગમગીન અને હ્રદયદ્રાવક હતો. હજારો લોકો, સ્થાનિક નિવાસીઓ, મુખ્ય મેદાન અને મસ્જિદમાં એકત્ર થયા. સફેદ કફનમાં લપેટાયેલા નાના નાના તાબૂતોની હારબંધ કતારો સડક પર નીકળી. સમગ્ર શહેરમાં માતમ છવાયો. બજારો સ્વયંભુ બંધ રહ્યા, લોકો કાળી પટ્ટી બાંધી વિરોધ કરતા જોવા મળ્યા. માતા-પિતા તાબૂતોને વળગીને આક્રંદ કરતા રહ્યા.

ઈઝરાયેલ અને અમેરિકાના હુમલામાં ઈરાનના અત્યાર સુધીમાં 787 લોકોના મોત થઈ ચુક્યા છે. યુદ્ધના ચોથા દિવસે પણ તહેરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા શરૂ જ છે. ઈરાને જવાબી હુમલામાં સાઉદી અરબમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો. આ તમામ વચ્ચે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા આયોગે આ વાતની પુષ્ટિ કરી છે કે નતાંજમાં પરમાણુ કેન્દ્ર પર હુમલો થયો હતો. જો કે IAEAએ કોઈપણ પ્રકારના રેડિયેશન લીકની આશંકાથી ઈનકાર કર્યો છે.

‘PK’ નું પ્રમોશન… પહેલા ભાજપ યુવા મોરચાની કમાન, હવે નવા સંગઠનમાં સૌથી પાવરફુલ મહામંત્રીનો કાર્યભાર- કોણ છે JV ના વિશ્વાસુ ‘PK’?

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">