સૌરાષ્ટ્રમાં ભર શિયાળે જામ્યો આષાઢી માહોલ, આગાહી પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં છાટાછવાયાથી ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં હાલ કમોસમી વરસાદે લોકોની ચિંતા વધારી છે ત્યારે આજે વહેલી સવારે રાજકોટ અને બનાસકાઠાંમાં વરસાદ સાથે કરા પડ્યા હતા. તમે ઘણી વખત જોયું હશે કે વરસાદ દરમિયાન, બરફના નાના ટુકડા જેને કરા કહેવામાં આવે છે તે પાણીના ટીપાં સાથે અચાનક પડવા લાગે છે, જેને આપણે વરફ વર્ષા કે કરાનો વરસાદ કહીએ છે ત્યારે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કરા કેવી રીતે બને છે અને શા માટે તે અચાનક જમીન પર પડવા લાગે છે?
વરસાદને કારણે શિમલા-મનાલી જેવા દ્રશ્યો આવ્યા જોવા મળ્યા છે.
રસ્તા પર કરાની ચાદર છવાઇ ગઇ છે, સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
ભરશિયાળે પળેલા આ માવઠાનો લોકો આનંદ માણી રહ્યા છે.