Sachin Pilot Family Tree : Sachin Pilot સંબંધોમાં ઓમર અબ્દુલ્લાનો સાળો છે, પિતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સસરા પૂર્વ મુખ્યમંત્રી હતા, જાણો પરિવારમાં કોણ કોણ છે
પાયલોટે 15 જાન્યુઆરી 2004ના રોજ સારા અબ્દુલ્લા સાથે લગ્ન કર્યા હતા. તે જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની પુત્રી છે, તેઓને બે પુત્રો છે,

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટના પરિવાર વિશે આપણે આજ વાત કરીશું. રાજસ્થાનના રાજકારણમાં સચિન પાયલટ હંમેશા ચર્ચામાં રહે છે. સચિન પાયલટ પોતાના પિતા રાજેશ પાયલટના નિધન બાદ રાજકારણમાં આવ્યા હતા. તેમનો જન્મ 7 સપ્ટેમ્બર 1977ના રોજ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં થયો હતો. સચિન પાયલટે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાની પુત્રી સારા અબ્દુલ્લા સાથે લગ્ન કર્યા છે. આવો જાણીએ સચિન પાયલટના પરિવાર વિશે.

રાજસ્થાનની રાજનીતિ સચિન પાયલટ વિના અધૂરી લાગે છે. કોંગ્રેસના યુવા નેતા સચિન પાયલટે સંસદમાં પહોંચનાર સૌથી યુવા સાંસદ બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. સચિને ખૂબ જ નાની ઉંમરમાં સફળ કેન્દ્રીય મંત્રી બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. જોકે સચિને આ સ્થાન હાંસલ કરવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. ચાલો આજે જાણીએ કે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ રહી ચૂકેલા સચિન પાયલટના પરિવારમાં કોણ કોણ છે.

સચિન પાયલટે જાન્યુઆરી 2004માં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની પુત્રી અને ઓમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લા સાથે લગ્ન કર્યા હતા. બંનેની લવ સ્ટોરી લંડનમાં અભ્યાસ દરમિયાન શરૂ થઈ હતી.

સચિન પાયલટ અને સારા પાયલટને બે બાળકો છે. એક પુત્રનું નામ અરણ પાયલટ જ્યારે બીજા પુત્રનું નામ વિહાન પાયલટ છે. બંને અત્યારે અભ્યાસ કરી રહ્યા છે.

સચિન પાયલટના પરિવારમાં તેની એક બહેન પણ છે. સચિનની બહેનનું નામ સારિકા પાયલટ છે. સારિકાનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી, જોકે તે એક સફળ બિઝનેસ વુમન તરીકે જાણીતી છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે.સારિકાએ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે. તેનો પતિ વિશાલ ચૌધરી બિઝનેસમેન છે.

સચિન પાયલટના સસરા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા છે અને તેમના સાળા ઓમર અબ્દુલ્લા છે.
