Tsunami Warning : રશિયામાં ભૂકંપ બાદ 12 દેશોમાં સુનામીની ચેતવણી, શું ભારત પણ ખતરામાં છે ? જાણો
રશિયામાં 10-13 ફૂટ ઊંચા સુનામી મોજા ઉછળ્યા હતા, અને જાપાન અને દરિયાકાંઠાના દેશોએ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાના આદેશો જાહેર કર્યા હતા. જાપાન હવામાન એજન્સીએ 1 મીટર સુધીના સુનામી મોજાઓની ચેતવણી આપી છે.

રશિયામાં આવેલા ભુકંપના કારણે દુનિયાભરના અનેક દેશો પર સુનામીનો ખતરો મંડરાય રહ્યો છે.

ભારતીય સમય મુજબ સવારે 4:45 કલાકે 8.8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ થયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે, સુનામીનો ખતરો વધી ગયો છે.

પેસિફિક મહાસાગરમાં રશિયાની સરહદે આવેલા દેશોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ચાલો જાણીએ એવા દેશો વિશે જે સુનામીના ખતરામાં છે.રશિયામાં ભૂકંપ આવ્યા બાદ સુનામીની સ્ટ્રાઈક શરુ થઈ ગઈ છે.

જાપાન સિવાય અમેરિકામાં રશિયામી ની લહેર જોવા મળી શકે છે. હવાઈના દરિયાકાંઠાના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે.

રશિયા,જાપાન, અમેરિકા,કેનેડા,ઈક્વાડોર,પેરુ,મેક્સિકો, ન્યુઝીલેન્ડ, ચીન, ફિલીપાઈન્સ, તાઈવાન, ઈન્ડોનેશિયામાં સુનામીનો ખતરો મંડરાય રહ્યો છે.

કોસ્ટલ વિસ્તારોમાંતી લોકોને સુરક્ષિત સ્થળો પર શિફટ કરવામાં આવી રહ્યા છે. તાઈવાન, ઈન્ડોનેશિયામાં રશિયામાં આવેલા ભૂકંપથી લોકો ભયમાં છે કારણ કે, અહી પ્રશાસન તરફથી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

આ બધાની વચ્ચે લોકોના મનમાં એક સવાલ થાય છે કે,શું આ સુનામીની અસર આપણા ભારત દેશ પર પડશે. પરંતુઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓસિયન ઈન્ફોર્મેશન સર્વિસે કહ્યું આ ભૂકંપના કારણે ભારત અને હિંદ મહાસાગર માટે આ સુનામીનો કોઈ ખતરો નથી.
વિશ્વમાં વિસ્તારની દૃષ્ટિએ રશિયા સૌથી મોટો દેશ છે. 1,70,75,000 ચો કિમી. જેટલો વિસ્તાર છે. રશિયાની ઉત્તરે આર્ક્ટિક મહાસાગર, પૂર્વે પૅસિફિક મહાસાગર, નૈર્ઋત્યે કાસ્પિયન સમુદ્ર અને કાળો સમુદ્ર તથા વાયવ્યમાં બાલ્ટિક સમુદ્ર જેવા જળવિસ્તારો આવેલા છે. અહી ક્લિક કરો
