Winter Special Laddu Recipe : ખાલી પેટે ખાવ રાગીના લાડુ, આ રહી સરળ રેસિપી
શિયાળામાં રાગીનું સેવન કરવાથી અનેક લાભ થાય છે. ત્યારે બાજરીમાં ફાઈબર, કેલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ, ઓમેગા થ્રી અને પ્રોટીન જેવા સ્વસ્થ પોષક તત્વોથી ભરપૂર ઉર્જાનો સ્ત્રોત છે. ફાસ્ટ ફૂડ અને બિનઆરોગ્યપ્રદ મીઠાઈ ખાવાની જગ્યાએ રાગીના લાડુનું પણ સેવન કરી શકો છો.

રાગીના લાડુ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે. જેને કેટલીક ટીપ્સનો ઉપયોગ કરીને બનાવવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાડુ બને છે. લાડુ બનાવવા માટે રાગીનો લોટ,ગોળ, ઘી, બદામ, કાજુ સહિતની સામગ્રીની જરુરત પડશે.

રાગીના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ કાજુ અને બદામના નાના-ટુકડા કરીને બાઉલમાં લઈ લો. હવે એક પેનમાં ઘી ઉમેરી કાપેલું ડ્રાયફ્રુટ ઘીમાં શેકી તેને ઠંડુ થવા મુકો.

ઘી ગરમ થઈ જાય એટલે રાગીના લોટને શેકી લો. ખાસ ધ્યાન રાખો કે રાગીના લોટને ધીમા ગેસ પર શેકવાનો છે. જેથી લોટ બળી ન જાય.રાગીનો લોટ તમે બજારમાંથી ખરીદી શકો છો.

રાગીનો લોટ શેકાશે એટલે તેમાંથી સુગંધ આવવા લાગશે. લોટ શેકાઈ જાય એટલે એમાં શેકેલા ડ્રાયફ્રુટ ઉમેરી લો. હવે ગેસને બંધ કરી તેમાં ધીમે ધીમે ગોળ અથવા ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી ફરી ધીમા ગેસ પર ગોળ ઓગળે ત્યાં સુધી થવા દો.

હવે લાડુના આ મિશ્રણમાં ઈલાયચી અને જાયફળનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ હાથમાં થોડુ ઘી લગાવી મિશ્રણમાંથી લાડુ તૈયાર કરો. તેમે આ લાડુને થોડાક દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
