Chhena Poda Recipe : ઓડિશાની સુપ્રખ્યાત એવી સ્વીટ ડિશ છેના પોડા ઘરે જ બનાવો, આ રહી સરળ ટીપ્સ, જુઓ તસવીરો
ભારતમાં વિવિધ શહેરો તેમની ખાસ વાનગીઓ માટે જાણીતા હોય છે. ત્યારે ઘણી વખત બજાર જેવી સ્વાદિષ્ટ મીઠાઈ અને વાનગીઓ ઘરે નથી બનાવી શક્તા તો આજે આપણે જાણીશું કે ઓડિશાની ફેમસ છેના પોડા ઘરે કેવી રીતે બનાવી શકાય છે.

છેના પોડા બનાવવા માટે દૂધ, લીંબુનો રસ, ખાંડ, રવો, પાણી, ઘી, બદામ, કાજુ, સૂકી દ્રાક્ષ, ઈલાયચી પાવડરની જરુર પડશે. હવે સૌથી પહેલા એક પેનમાં દૂધ કાઢીને એક ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરી ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ ઉમેરી હલાવો.

જ્યારે દૂધ ફાટી જાય ત્યારે તેને સ્વચ્છ પાણીથી 3-4 વખત સરખી રીતે ધોઈ લો. જેથી તેની અંદરથી ખટાશ નીકળી જાય.ત્યારબાદ ગળણીમાં અથવા સુતરાઉ કાપડમાં બાંધીને 10 મિનીટ રહેવા દો.

હવે એક મોટા વાસણમાં પનીરમાં રવો અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ ડ્રાયફ્રુટ અને ઘી ઉમેરી બરાબર મિક્સ કરી કેક જેવુ મિશ્રણ તૈયાર કરી લો.

એક બેકિંગ ટીનમાં ઘી લગાવી દો. ત્યારબાદ કેળાના અથવા ખાખરાના પાનને ધોઈને ટીનમાં પાથરી દો. આ પછી પનીરનું તૈયાર કરેલુ મિશ્રણ પાથરી તેના પર ફરીથી પાન મુકી દો. ઓવનમાં બેક કરવા માગતા હોવ તો આશરે 180 ડિગ્રી પ્રિ હિટ કરીને 20 મિનીટ સુધી બેક કરવું પડશે.

જો તમે કડાઈમાં છેના પોડાને બેક કરવા માગતા હોવ તો કડાઈની પ્રિ હિટ કર્યાં બાદ આશરે 45 થી 50 મિનિટ સુધી ધીમા ગેસ પર બેક થવા દેવુ પડશે. ત્યારબાદ તેને તમે 5 થી 6 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
