પતિ ફહાદ કરતા ઘણી અમીર છે સ્વરા ભાષ્કર, ફિલ્મો અને જાહેરાતોથી કરી રહી છે મોટી કમાણી
સ્વરા એક ફિલ્મ માટે આટલા કરોડ ચાર્જ કરે છે સ્વરા એક્ટિંગની સાથે કમાણીના મામલે પણ મોટી અભિનેત્રીઓને માત આપી રહી છે. ફિલ્મોની ફી સિવાય સ્વરાની આવકનો સ્ત્રોત જાહેરાતો પણ છે.

પોતાની વાત બધાની સામે રાખનારી બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. તેણીએ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા છે. સ્વરા એક એવી અભિનેત્રી છે, જે પોતાની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે, આ આદતને કારણે ઘણી વખત તેને ટ્રોલનો સામનો પણ કરવો પડ્યો છે. આ બધું હોવા છતાં આજે સ્વરાએ પોતાના દમ પર સિનેમામાં નામ અને પૈસા કમાયા છે. તેમજ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાના દમ પર ખ્યાતિ મેળવી છે.

સ્વરા અભિનયના આધારે મનોરંજન ઉદ્યોગ પર રાજ કરી રહી છે, 2009માં 'માધોલાલ કીપ વૉકિંગ'થી કરિયરની શરૂઆત કરનાર સ્વરાએ અનેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. સ્વરા ભાસ્કર એક બોલિવૂડ અભિનેત્રી છે અને છેલ્લા ઘણા સમયથી પોતાના અભિનયના દમ પર ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે.

સ્વરા એક ફિલ્મ માટે 4 થી 5 કરોડ ચાર્જ કરે છે સ્વરા એક્ટિંગની સાથે કમાણીના મામલે પણ મોટી અભિનેત્રીઓને માત આપી રહી છે. ફિલ્મોની ફી સિવાય સ્વરાની આવકનો સ્ત્રોત જાહેરાતો પણ છે.

SWARA BHASKAR

સ્વરા કરોડોની પ્રોપર્ટીની માલિક છે, સ્વરાની પ્રોપર્ટીની વાત કરીએ તો આજના સમયમાં તે તેના પતિ ફવાદ અહેમદ કરતા પણ વધુ ધનવાન છે. અને કરોડોની પ્રોપટી ધરાવે છે.

સ્વરા છેલ્લા ઘણા સમયથી પોતાના અભિનયના દમ પર ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. સ્વરા ભાસ્કરે 'તનુ વેડ્સ મનુ', 'રાંઝના', 'પ્રેમ રતન ધન પાયો', 'તુન વેડ્સ મનુ રિટર્ન્સ' જેવી ઘણી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવી છે. આમાંની મોટાભાગની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર પણ ધમાલ મચાવી છે. સ્વરા ભાસ્કર અભિનય ઉપરાંત ફિલ્મ પ્રોડ્યુસ પણ કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્વરા ભાસ્કરની નેટવર્થ $5.4 મિલિયન છે, જે 44 કરોડ રૂપિયાથી વધુ છે. દિલ્હીની રહેવાસી સ્વરા ભાસ્કરનું આજે મુંબઈમાં પોતાનું ઘર છે. સ્વરા મુંબઈમાં 3 BHK ફ્લેટમાં રહે છે. તેની પાસે BMW X1 જેવી કાર પણ છે.

દિલ્હીમાં જન્મેલી સ્વરા ભાસ્કરે ઇન્ડસ્ટ્રીમાં તેની સફર નાના પડદાથી શરૂ કરી અને ટૂંક સમયમાં જ તે મોટા પડદા પર ફેમસ થઈ ગઈ.

વર્ષ 2022 મુજબ સ્વરા ભાસ્કરનું નેટવર્ક લગભગ $5 મિલિયન રહ્યું હતુ, જે હાલમાં ભારતીય ચલણ મુજબ લગભગ 40 કરોડ રૂપિયા છે. પોતાના અભિનયના દમ પર તે ચાહકોના દિલ પર રાજ કરે છે.