નર્મદામાં શિવલિંગનો કુદરતી જન્મ, જાણો પવિત્ર પથ્થરો પાછળની કથા
નર્મદા નદીના પથ્થરોને શિવલિંગ (બાણલિંગ) તરીકે માન્યતા આપવામાં આવે છે, અને તેનાં પાછળ ધાર્મિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક બધા જ કારણો છે. આવો સમજીએ કે શા માટે નર્મદા નદીના પથ્થરોને શિવલિંગ રૂપે પૂજવામાં આવે છે.

નર્મદા નદીના પથ્થરોને શિવલિંગ તરીકે માનવામાં આવે છે કારણ કે તેઓ કુદરતી રીતે બનેલા હોય છે, અને પૌરાણિક શાસ્ત્રોમાં તેમને શિવજીનું પ્રતિક માનવામાં આવ્યું છે. નર્મદા નદીના પથ્થરોમાં ભક્તિ, વૈજ્ઞાનિક અસાધારણતા અને આધ્યાત્મિક ઊર્જાનો અનોખો સંગમ છે. ( Credits: Getty Images )

પ્રાચીન સમયમાં નર્મદા નદીએ બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી અને ગંગાજી જેવી પવિત્રતા માગી. બ્રહ્માજીએ કહ્યું કે જેમ ભગવાન શિવ, વિષ્ણુ અને પાર્વતીની સમતા કોઈ કરી શકે નહીં, તેમ ગંગાની પણ નહીં. નર્મદા રોષે ભરાઈને કાશી ગયા અને ત્યાં શિવની આરાધના શરૂ કરી. ( Credits: Getty Images )

શિવજી પ્રસન્ન થયા ત્યારે નર્મદાએ સામાન્ય વરદાન નહિ માંગતા કહ્યું કે હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે મારી ભક્તિ તમારા ચરણોમાં રહે. શિવજીએ આશીર્વાદ આપ્યો કે "આજથી નર્મદા નદીના કિનારાના દરેક પથ્થર શિવલિંગ (નર્મદેશ્વર લિંગ) સમાન ગણાશે" અને તે દર્શનમાત્રથી પાપ નાશ પામશે. ( Credits: Getty Images )

બાણલિંગ એટલે નર્મદા નદીમાં મળતા કુદરતી શિવલિંગ જેવો આકાર ધરાવતાં ગોળ પથ્થરો. "સ્કંદ પુરાણ" અને "શિવપુરાણ" જેવા ગ્રંથોમાં ઉલ્લેખ છે કે નર્મદા નદીમાંથી મળેલ પથ્થર ભગવાન શિવના સ્વરૂપ તરીકે પુજનીય છે.બાણલિંગ શિવજીના સ્વયંભૂ સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. ( Credits: Getty Images )

નર્મદા નદીના પથ્થરોમાં ખૂબ જ ખાસ પ્રકારની ગોળાઈ અને ઘસાયેલા સપાટી જોવા મળે છે, જે સરળતાથી બીજે ક્યાંય જોવા મળતી નથી. આ પથ્થરો બેસાલ્ટ પથ્થર પ્રકારના હોય છે, અને અહીંના પાણીના પ્રવાહ અને ગતિને કારણે એ પથ્થરો કુદરતી રીતે શિવલિંગના આકારમાં ઘસાઈ જાય છે. (Credits: - Canva)

આવા બાણલિંગને ઘરમાં સ્થાપિત કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે, અને શાંતિ, સમૃદ્ધિ અને નકારાત્મકતા દૂર થવા લાગે છે. મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન ખાસ કરીને નર્મદા નદીના પથ્થરોથી પૂજન થતું હોય છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )
શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે . ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.
