અંબાણીની કંપનીને મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે મળી મંજૂરી, શેર ખરીદવા માટે લોકોમા પડાપડી
સેબીએ જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ અને બ્લેકરોકના સંયુક્ત સાહસ, જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. સિદ સ્વામીનાથનને જીઓબ્લેકરોક દ્વારા કંપનીના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સેબીએ મુકેશ અંબાણીની કંપની જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ અને બ્લેકરોકના સંયુક્ત સાહસ - જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. વાસ્તવમાં, JioBlackRock ને ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ વ્યવસાય માટે સેબીની મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી સાથે, કંપની ટૂંક સમયમાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડ બજારમાં પ્રવેશ કરશે. આ દરમિયાન, જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના શેર ખરીદવા માટે દોડધામ મચી ગઈ. અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે શેરમાં 3 ટકાથી વધુનો વધારો થયો.

સિદ સ્વામિનાથનને જીઓબ્લેકરોક દ્વારા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બ્લેકરોક ખાતે ઇન્ટરનેશનલ ઇન્ડેક્સ ઇક્વિટીના ભૂતપૂર્વ વડા, સિદ સ્વામિનાથન, $1.25 ટ્રિલિયનની સંપત્તિનું સંચાલન કરે છે.

જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે - બ્લેકરોક પાસે વૈશ્વિક રોકાણ કુશળતા છે અને જિયો પાસે ડિજિટલ-ફર્સ્ટ ઇનોવેશન છે, બ્લેકરોક સાથેની અમારી ભાગીદારી એક મજબૂત ભાગીદારી છે. અમે સાથે મળીને દરેક ભારતીય માટે રોકાણને સરળ, સુલભ અને સમાવિષ્ટ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. મને વિશ્વાસ છે કે જીઓબ્લેકરોક એસેટ મેનેજમેન્ટ ભારતમાં નાણાકીય સશક્તિકરણના ભવિષ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

બ્લેકરોકના આંતરરાષ્ટ્રીય વડા, રશેલ લોર્ડે જણાવ્યું હતું કે જીઓબ્લેકરોક રોકાણકારોને સીધા ઓછા ખર્ચે સંસ્થાકીય ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પૂરા પાડવામાં મદદ કરશે, જેનાથી ભારતમાં વધુ લોકોને મૂડી બજારોમાં પ્રવેશ મળશે.

આ સમાચાર વચ્ચે, મંગળવારે Jio Financial ના શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો અને તેની કિંમત 290 રૂપિયાને પાર કરી ગઈ. શેરમાં પાછલા દિવસ કરતા 3 ટકાથી વધુનો વધારો થયો. 3 માર્ચ,2025 ના રોજ આ શેર રૂ. 198 પર હતો. આ શેરનો 53 સપ્તાહનો નીચો ભાવ છે. ગયા વર્ષે આ સ્ટોક રૂ. 368.75 પર હતો. આ સ્ટોકનો 52-સપ્તાહનો ઉચ્ચતમ સ્તર છે.
અંબાણી પરિવાર અને તેમના બિઝનેસને લગતા સમાચાર અને TV9 ગુજરાતીની વેબસાઇટ પર પ્રકાશિત કરતા રહીએ છીએ. અંબાણી પરિવાર વિશે વધુ સમાચાર વાંચવા માટે તમે અહીં ક્લિક કરો.
