મોટાભાગના લોકો ડ્રાઈવિંગ કરતી વખતે કરે છે આ ભૂલો, જેની માઈલેજ પર થાય છે ખરાબ અસર
તમે લોકો પાસે તેમની કારમાં ઓછી માઈલેજની ફરિયાદ કરતા સાંભળ્યું હશે. તેના માટે લોકો પોતાની ભૂલોને બદલે કારને જવાબદાર ગણે છે. ઘણી વખત કાર સ્ટાર્ટ કરતી વખતે અથવા ચલાવતી વખતે લોકો કેટલીક ભૂલો કરે છે, જેના કારણે કારના માઇલેજ પર અસર થાય છે. હાલમાં શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે કાર ચલાવતી વખતે વધુ સાવચેત રહેવાની જરૂર છે.

તમે લોકો પાસે તેમની કારમાં ઓછી માઈલેજની ફરિયાદ કરતા સાંભળ્યું હશે. તેના માટે લોકો પોતાની ભૂલોને બદલે કારને જવાબદાર ગણે છે. ઘણી વખત કાર સ્ટાર્ટ કરતી વખતે અથવા ચલાવતી વખતે લોકો કેટલીક ભૂલો કરે છે, જેના કારણે કારના માઇલેજ પર અસર થાય છે.

હાલમાં શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે કાર ચલાવતી વખતે વધુ સાવચેત રહેવાની જરૂર છે. તમારી નાની ભૂલો કારના માઈલેજ પર અસર કરે છે. તેથી કાર સ્ટાર્ટ કરો ત્યારે તરત જ એક્સિલરેટરને દબાવો નહીં. એક્સિલરેટરને દબાવતા પહેલા તમારી કારને થોડી ગરમ થવા દો.

જો તમે કારમાં થોડું મોડિફિકેશન કરો તો પણ ધ્યાન રાખો કે તેનાથી કારના ડાયમેન્શનમાં કોઈ ફેરફાર ન થાય. જો કારના ડાયમેન્શન કે અલાઈમેન્ટ સાથે છેડછાડ કરવામાં આવે, તો તે એન્જિનને અસર કરે છે, જેની અસર માઈલેજ પર થાય છે.

ઘણા લોકો અને તેમાં પણ ખાસ કરીને યુવાએ ડ્રાઇવિંગ કરતી વખતે સ્પીડ ભૂલી જાય છે અને કાર ચલાવતા રહે છે. તેની સીધી અસર કારના માઈલેજ પર પડે છે. કારના ટાયરનું પ્રેશર જાળવી રાખવું પણ જરૂરી છે. જો ટાયરમાં એકસરખી હવા નહીં હોય તો તેની અસર એન્જિન પર થાય છે, કારણ કે તે એન્જિન પર વધારે દબાણ લાવે છે.

જો તમે કાર ચલાવતી વખતે આ ભૂલો નહીં કરો તો તમને તમારી કાર પહેલા કરતા વધારે સારી માઈલેજ આપશે. જેનાથી તમે મોટા નુકસાનથી પણ બચી શકો છો.
