AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

31 જુલાઈની ડેડલાઇન પૂરી, જો ITR નથી ભર્યું તો હવે શું કરવું? જાણો દંડ અને નિયમોની મહત્વપૂર્ણ વિગતો

31 જુલાઈ 2026 ની ITR ફાઈલિંગ ડેડલાઇન લંબાવવામાં આવી નથી. નોકરીયાત અને પેન્શનરો સહિતના સામાન્ય કરદાતાઓ હવે બેલેટેડ (Belated) ITR દાખલ કરી શકે છે, પરંતુ આ માટે 5,000 રૂપિયા સુધીની લેટ ફી, વ્યાજ અને રિફંડમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે.

| Updated on: Aug 02, 2026 | 4:26 PM
Share
જો તમે નોકરીયાત છો, પેન્શનર છો, વિદ્યાર્થી છો અથવા તમારી કોઈ વ્યાપારી આવક નથી અને તમે 31 જુલાઈ 2026 સુધીમાં ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) દાખલ નથી કર્યું, તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવી નથી. એટલે કે 31 જુલાઈની ડેડલાઇન હવે પૂરી થઈ ચૂકી છે અને હવે રિટર્ન ફાઈલ કરવા માટે તમારે લેટ ફી સાથે બેલેટેડ ITR ફાઈલ કરવું પડશે.

1 / 6
તાજેતરના દિવસોમાં ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ટેકનિકલ ખામીઓની ફરિયાદો સામે આવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા કરદાતાઓએ પોર્ટલ ધીમું ચાલવાની અને એરર આવવાની વાત કહી હતી. ત્યારબાદ આશા રાખવામાં આવી રહી હતી કે CBDT છેલ્લી તારીખ આગળ વધારી શકે છે, પરંતુ પોર્ટલની સમસ્યાઓ દૂર થયા બાદ સરકારે ડેડલાઇન લંબાવવાનો નિર્ણય લીધો ન હતો.

2 / 6
મોડું ITR ભરવા પર કેટલો દંડ લાગશે? જો તમે 31 જુલાઈની સમયસીમા ચુકી ગયા છો, તો પણ તમે ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ કરી શકો છો. જોકે હવે તેને 'બેલેટેડ ITR' માનવામાં આવશે. આવી સ્થિતિમાં ઇનકમ ટેક્સ કાયદા હેઠળ તમારી આવકના આધારે 5,000 રૂપિયા સુધીની લેટ ફી ચૂકવવી પડી શકે છે. આ સિવાય જો ટેક્સ બાકી છે તો તેના પર વ્યાજ પણ ચૂકવવું પડશે. એટલું જ નહીં, ટેક્સ રિફંડ મળવામાં પણ વિલંબ થઈ શકે છે અને કેટલાક ટેક્સ લાભોથી પણ હાથ ધોવા પડી શકે છે.

3 / 6
તમામ કરદાતાઓ માટે 31 જુલાઈ છેલ્લી તારીખ નથી, એ જાણવું પણ જરૂરી છે કે 31 જુલાઈની છેલ્લી તારીખ તમામ કરદાતાઓને લાગુ પડતી નથી: જે લોકોની બિઝનેસ ઇનકમ છે પરંતુ ટેક્સ ઓડિટની જરૂર નથી, તેમના માટે ITR દાખલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2026 છે. જે વેપારીઓ કે સંસ્થાઓના ખાતાઓનું ટેક્સ ઓડિટ ફરજિયાત છે, તેમના માટે ITR ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2026 નક્કી કરવામાં આવી છે. ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટ દાખલ કરનારા કરદાતાઓ માટે છેલ્લી તારીખ 30 નવેમ્બર 2026 છે.

4 / 6
અત્યાર સુધી 5.9 કરોડથી વધુ ITR દાખલ: CBDT ના જણાવ્યા અનુસાર, 31 જુલાઈ 2026 સુધીમાં દેશભરમાં 5.9 કરોડથી વધુ ITR દાખલ કરવામાં આવ્યા હતા. માત્ર 30 જુલાઈના રોજ જ 42 લાખથી વધુ રિટર્ન ફાઈલ થયા હતા.

5 / 6
સમયસર ITR ભરવું કેમ જરૂરી છે? નિષ્ણાતોનું કહેવું છે કે સમયસર ITR દાખલ કરવાથી માત્ર લેટ ફી અને વ્યાજથી જ બચી નથી શકાતું, પરંતુ ટેક્સ રિફંડ પણ ઝડપથી મળી જાય છે. આ સિવાય બેંક લોન, વીઝા અરજી અને ઘણા નાણાકીય કામોમાં ITR એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કામ કરે છે. તેથી જો તમે 31 જુલાઈની સમયસીમા ચુકી ગયા છો, તો વધુ વિલંબ કર્યા વગર બેલેટેડ ITR દાખલ કરી દેવું જ હિતાવહ રહેશે.

6 / 6

હાઇટેક બની રહ્યું છે ભારતીય રેલવે, ટ્રેનો બાદ હવે સ્ટેશનોના છત પર સોલાર પેનલ, કરોડો રૂપિયાની થશે બચત

Follow Us
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

g clip-path="url(#clip0_868_265)">