AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો, જુઓ Video

Breaking News : ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો, જુઓ Video

| Updated on: Sep 15, 2026 | 1:15 PM
Share

ટ્રાન્સફોર્મરમાંથી અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને ત્યારબાદ આગની જ્વાળાઓ જોવા મળી હતી. વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો

કચ્છના ભુજ શહેરમાં વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ભુજના ભીડ ગેટ પાસે આવેલા ટ્રાન્સફોર્મર ડીપીમાં અચાનક ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. ચાલુ વરસાદ દરમિયાન બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ચાલુ વરસાદે ટ્રાન્સફોર્મરમાં લાગી આગ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટ્રાન્સફોર્મરમાંથી અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને ત્યારબાદ આગની જ્વાળાઓ જોવા મળી હતી. વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે એકત્ર થયા હતા.

અફરાતફરીનો માહોલ સર્જાયો

ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની જાણ વીજ વિભાગને કરવામાં આવતા વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા ટ્રાન્સફોર્મર તથા વીજ પુરવઠાને લગતી જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં વીજળીના પુરવઠા અંગે પણ સ્થિતિની તપાસ કરવામાં આવી હતી.

વીજ વિભાગની ટીમે તાત્કાલિક કામગીરી શરૂ કરી

ભુજમાં વરસાદ દરમિયાન બનેલી આ ઘટનાને કારણે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી. જોકે, વીજ વિભાગની ટીમે તાત્કાલિક કામગીરી શરૂ કરતાં સ્થિતિને નિયંત્રણમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. આગ કયા ચોક્કસ કારણોસર લાગી તે અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.

Breaking News : અમદાવાદમાં 20 વર્ષના બેફામ કારચાલકે અકસ્માત સર્જયો, કારના ભુક્કા બોલી ગયા, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">