AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં 20 વર્ષના બેફામ કારચાલકે અકસ્માત સર્જયો, કારના ભુક્કા બોલી ગયા, જુઓ Video

Breaking News : અમદાવાદમાં 20 વર્ષના બેફામ કારચાલકે અકસ્માત સર્જયો, કારના ભુક્કા બોલી ગયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2026 | 10:58 AM
Share

અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર વધુ એક વાર સામે આવ્યો રફતારનો કહેર સામે આવ્યો છે.ઓવરસ્પીડમાં કાર ડાયવર્ઝન બોર્ડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઈસ્કોન બ્રિજ પર સીસીટીવી જોવા મળ્યા નથી.

એકબાજુ અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બીજી બાજુ બ્રિજની કામગીરીઓ મોટાપાયે ચાલી રહી છે. અનેક જગ્યાએ ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે. પરંતુ યુવકોને જાણે રફતારનો નશો હોય તે રીતે શહેરમાં ગાડીઓ ચલાવતા જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં જ એક દંપતી શીલજમાં પસાર થઈ રહ્યું હતુ. ત્યારે એક બાઈક ચાલકે એવો અકસ્માત સર્જોયો હતો. કે પતિની સામે પત્નીનું મૃત્યું થયું હતુ. ત્યારે ફરી એક વખત ઓવરસ્પીડ કારનો અકસ્માત સામે આવ્યો છે.

અમદાવાદમાં ફરીવાર રફતારનો કહેર

અમદાવાદમાં ફરીવાર રફતારનો કહેર સામે આવ્યો છે. ઇસ્કોન બ્રિજ પર બેફામ કારચાલકે અકસ્માત સર્જ્યો છે.20 વર્ષીય યુવક ગાંધીનગરથી આનંદનગર જઈ રહ્યો હતો. ઓવરસ્પીડના લીધે કાર ડાયવર્ઝન બોર્ડ સાથે અથડાઈ હતી.વહેલી સવારે 3 વાગ્યે બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. કર્ણાવતી બ્રિજની કામગીરીના કારણે ડાયવર્ઝન અપાયું છે. અકસ્મતાને પગલે ડાયવર્ઝન પર સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહ્યા છે.

ઈસ્કોન બ્રિજ પર CCTVનો પણ અભાવ

હેત સુનિલ પરીખ નામનો 20 વર્ષનો યુવક કાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે.યુવક ગાંધીનગર થી આનંદનગર તરફ જઈ રહ્યો હતો. આ સમગ્ર બનાવ વહેલી સવારે 3 થી 3.30 આસપાસ હોવાનું સામે આવ્યું છે.કાર ઓવર સ્પીડમાં હોવાથી આગળના બેરીકેટ્સ ઘૂસી હતી.સમગ્ર ઈસ્કોન બ્રિજ પર CCTVનો પણ અભાવ જોવા મળ્યો હતો.વધુ એક વાર તંત્રની બેદરકારીના કારણે અકસ્માતનો ભય ઉઠ્યો છે.

એવા પણ સવાલો થઈ રહ્યા છે કે, રાતનો સમય હોવાથી ટ્રાફિકની અવર-જવર ઓછી હોય છે. જો આ ઓવરસ્પીડ કારે દિવસમાં અકસ્માત સર્જોયો હોત તો મોટી દુર્ધટના સર્જાત. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારના પાર્ટસ રસ્તા પર વેરવિખેર પડ્યા હતા. તેમજ કારની એરબેગ પણ ખુલ્લી ગયા હતા. હાલમાં ટ્રાફિક પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

 

 

Breaking News: રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">