AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

| Updated on: Sep 15, 2026 | 12:10 PM
Share

ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉનાના કેસરિયા ગામમાં અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા.

ગીર સોમનાથના ઉના પંથકમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉનાના કેસરિયા ગામમાં અંદાજે 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ખેતરોનું પાણી પણ ગામમાં ફરી વળતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઉના પંથકમાં ધોધમાર વરસાદ

કેસરિયા ગામની આંગણવાડી સહિત નીચાણવાળા મકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં પાણી-પાણી થઈ ગયું હતું. જોકે, વહેલી સવારે વરસાદે વિરામ લેતાં કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરવાની શરૂઆત થઈ છે. તેમ છતાં નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલું હોવાથી લોકોની મુશ્કેલી યથાવત છે.

દીવના ઘોઘલામાં 5 ઇંચથી વધુ વરસાદ

ઉના ઉપરાંત દીવના ઘોઘલા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા છે. 5 ઇંચથી વધુ વરસાદના કારણે અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

રહેણાંક વિસ્તારોમાં ભરાયા પાણી

ભારે વરસાદના કારણે કેસરિયા ગામના રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર અને જનજીવનને અસર થઈ હતી. વરસાદી પાણી ઘરો અને ખેતરોમાંથી ગામ તરફ ફરી વળતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી. હાલ વરસાદે વિરામ લેતા પાણી ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલું હોવાથી સ્થાનિકોની મુશ્કેલી યથાવત છે.

Gold-Silver Rate Today In Gujarat : ગુજરાતમાં સોનાનો ભાવ ફરી ઘટ્યો, 24 કેરેટ અને 22 કેરેટની કિંમત થઈ આટલી, જાણો આજના ભાવ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">