Banaskantha Breaking News : બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, કમિશન વિવાદમાં IRM ના 65 CNG પંપ સતત બીજા દિવસે બંધ! જુઓ Video
બનાસકાંઠામાં આઈઆરએમ સંચાલિત 65 સીએનજી પંપ સતત બીજા દિવસે પણ બંધ જોવા મળ્યા છે. સીએનજી પંપ બંધ રહેતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. કમિશન અને માંગણીઓનું નિરાકરણ ન આવતા પંપ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં IRM સંચાલિત આશરે 65 CNG પંપ સતત બીજા દિવસે પણ બંધ રહ્યા છે. CNG પંપ બંધ રહેતા વાહનચાલકો, ખાસ કરીને રિક્ષા અને ટેક્સી ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પંપ સંચાલકોના જણાવ્યા મુજબ, કમિશન સહિતની વિવિધ માંગણીઓ અંગે કંપની સાથે બેઠકો યોજાઈ હોવા છતાં હજુ સુધી કોઈ લેખિત બાંહેધરી આપવામાં આવી નથી. જેના કારણે પંપ સંચાલકોએ કંપની સામે વિરોધ નોંધાવી CNG પંપ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો
પંપ સંચાલકોનું કહેવું છે કે અગાઉ પણ કંપની દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ વાતનું નિરાકરણ આવ્યું ન હતું. આથી હવે કમિશન અને અન્ય માંગણીઓ અંગે કંપની તરફથી લેખિત ખાતરી ન મળે ત્યાં સુધી પંપ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
IRMના CNG સંચાલકોના આ નિર્ણયને કારણે રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ પણ IRM સંચાલિત CNG પંપ એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યા હતા. પંપ સંચાલકોએ સ્પષ્ટ કર્યું છે કે કંપની તરફથી લેખિત બાંહેધરી ન મળે ત્યાં સુધી IRMના આશરે 64 જેટલા CNG પંપ અનિશ્ચિત મુદત માટે બંધ રાખવાની ચીમકી આપવામાં આવી છે.
આ પણ વાંચો, Surat Breaking News : PM મોદીના જન્મદિવસે જ થશે આ કિંમતી ‘હીરા બાપ્પા’ના દર્શન! 27.74 કેરેટના દુર્લભ હીરા માટે સુરતમાં મંત્રીને પણ ન મળ્યા દર્શન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
