AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો, જુઓ Video

Breaking News: રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2026 | 10:00 AM
Share

રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ સાર્વત્રિક મહેર વરસાવી છે. રાજ્યના કુલ 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે.

રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ સાર્વત્રિક મહેર વરસાવી છે. રાજ્યના કુલ 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.

અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ભાવનગરના વલ્લભીપુરમાં 6.10 ઇંચ અને જામનગર શહેરમાં 5.59 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત આણંદના બોરસદમાં 5.51 ઇંચ, ગીર સોમનાથના ઉનામાં 5.43 ઇંચ અને રાજકોટના કોટડાસાંગાણીમાં 5.20 ઇંચ વરસાદ નોંધાયો છે.

કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

કચ્છના ગાંધીધામમાં 4.61 ઇંચ અને ભચાઉમાં 4.41 ઇંચ વરસાદ નોંધાયો છે. મહેસાણાના કડીમાં 4.29 ઇંચ અને વડોદરાના કરજણમાં પણ 4.29 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરત શહેરમાં 4.17 ઇંચ, બોટાદ શહેરમાં 4.17 ઇંચ અને અમદાવાદના ધોળકામાં 4.13 ઇંચ વરસાદ નોંધાયો છે.

15 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ

રાજ્યના 15 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 40 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. કુલ 80 તાલુકામાં 2 ઇંચથી વધુ અને રાજ્યના 145 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ

સાર્વત્રિક વરસાદથી ખેડૂતોને પણ મોટી રાહત મળી છે. ખાસ કરીને વરસાદની રાહ જોઈ રહેલા વિસ્તારોમાં સારા વરસાદથી પાકને ફાયદો થવાની આશા છે. જોકે, જ્યાં ભારે વરસાદ થયો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અને સ્થાનિક માર્ગો પર અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ છે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો- Breaking News: સૌરાષ્ટ્ર-કચ્છને ઘમરોળશે મેઘરાજા, 20 સપ્ટેમ્બર સુધી વરસાદની મોટી આગાહી

Published on: Sep 15, 2026 09:59 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">