સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વે શ્રદ્ધાળુઓને કરાવાશે પાર્થીવેશ્વર શિવલિંગની પૂજા, આ પૂજાના કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાણવા જુઓ તસવીરો

મહાશિવરાત્રીના પર્વે ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીની મહાપૂજા કરાવવાનું ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. આ પૂજા માટે ટ્રસ્ટ દ્વારા માત્ર 251- ₹ માં પાર્થેશ્વર પુજન આયોજન કરાયુ છે. 8 માર્ચે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે આ પૂજાનું આયોજન કરવામાં આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2024 | 12:13 AM
મહાશિવરાત્રી પર્વે સોમનાથના સમુદ્ર કિનારે સોમનાથ ટ્રસ્ટ હજારો ભકતોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન. ગત વર્ષે કરેલ આયોજનની ભક્તીમય સફળતા બાદ ફરી વખત રત્નાકર સમુદ્રના તટ પર પાર્થેશ્વર શિવલિંગની મહાપૂજા ભકતોને શિવત્વનો કરાવશે અનુભવ સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 251- ₹ માં પાર્થેશ્વર પુજન આયોજનને લઈ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ છે.

1 / 10
ભકતોને પાર્થિવ શિવલિંગ, ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવાશે.

2 / 10
સોમનાથ તીર્થમાં આવનારી મહાશિવરાત્રી પર તા 08 માર્ચ 2024 ના રોજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થીવેશ્વર શિવલિંગ પૂજા કરાવવામાં આવશે.

3 / 10
દેશના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ પ્રકૃતિ અને આધ્યાત્મ બંનેને સાથે રાખીને સનાતન ધર્મની પ્રકૃતિપ્રેમની વિસ્તૃત વિચારધારા દર્શાવનાર અનેકવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે. જેમાં સૌથી અદભુત પ્રકલ્પોમાનું એક છે પાર્થિવ શિવલિંગ પૂજન.

4 / 10
 આ પૂજા ગત મહાશિવરાત્રીના પર્વ પર  સોમનાથ ટ્રસ્ટ દ્વારા 250 પરિવારોને સોમનાથ મંદિરના સાનિધ્યમાં પ્રોમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે કરાવવામાં આવી હતી.

5 / 10
જેમાં આકાશ, અગ્નિ, જલ, પૃથ્વી, અને હવા એમ પંચ મહાભૂતની પૂજા સાથે અભિમંત્રિત માટી દ્વારા નિર્મિત પાર્થિવ શિવલિંગ દ્વારા ભકતોને વિસ્તૃત પૂજા કરાવવામાં આવી હતી. જે ભક્તો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ વર્ષે શ્રદ્ધાળુઓની લાગણીઓને ધ્યાને લઈ વધુ ભવ્યતા સાથે એક સ્તર ઉપર જઈને આ વર્ષે હજારો ભકતોને પૂજાનો લાભ મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

6 / 10
આ પૂજામાં દંપતીને બેસવા માટેની આસન વ્યવસ્થા, પાર્થિવ શિવલિંગ, ઇકો ફ્રેન્ડલી પંચપાત્ર, આચમની, તરભાણું, ફળ સાથે પૂજા સામગ્રી શ્રી સોમનાત ટ્રસ્ટ તરફથી પૂરી પાડવામાં આવશે.

7 / 10
આપણા શાસ્ત્રો અનુસાર, આવી જ પાર્થિવેશ્વર પૂજા ભગવાન રામ અને માતા સીતા દ્વારા ગંગા પાર કરતી વખતે કરવામાં આવી હતી. તેમજ પાંડવ પુત્ર અર્જુને ભગવાન શિવના પાર્થિવ લિંગની પૂજા કરી હોવાનો ઉલ્લેખ છે. આ રીતે શિવના પાર્થિવ લિંગની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેની શાસ્ત્રો સાબિતી આપે છે.

8 / 10
શાસ્ત્રોકત નીતિ નિયમ અનુસાર આમંત્રણ આપેલી પવિત્ર ભૂમિમાંથી ખનન કરીને મંત્રોચ્ચાર સાથે નિર્માણ કરાયેલ શિવજીના પાર્થિવેશ્વર શિવલિંગ, પૂજા સામગ્રી  સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભકતોને આપવામાં આવશે. મહાશિવરાત્રી ના પર્વે તા.08/03/2024 ના રોજ સવારે 08:00 થી 09:00 વાગ્યે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પૂજાનું સુંદર આયોજન થનાર છે.

9 / 10
આ પૂજાના વિસ્તૃત આયોજનમાં પણ સ્થાન અને પીઠિકા અનુસાર એક નિશ્ચિત સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે તેમ હોય વહેલા તે પહેલા ના ધોરણે સોમનાથ મંદિર ખાતે પૂજાવિધિ કાઉન્ટર પર અથવા ટ્રસ્ટની વેબસાઈટ  https://somnath.org/online-donation/ પરથી નોંધાવી શકાશે.   Input Credit- Yogesh Joshi- Gir Somnath

10 / 10

Latest News Updates

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું

પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO

PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ

ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">