2004ના ચૂંટણી પરિણામો વખતે પણ શેરબજાર ખૂલતાની સાથે જ આવ્યો હતો મોટો કડાકો, રાતે પાણીએ રડ્યા હતા રોકાણકારો
આજે શેરબજારની શરૂઆત જ લાલ નિશાન સાથે થઈ હતી. આ પહેલીવાર નથી કે ચૂંટણીના પરિણામોથી શેરબજારમાં ભારે મોટો કડાકો નોંધાયો હોય. 2004ની લોકસભા ચૂંટણીમાં વાજપેયી સરકારની હાર સમયે સૌથી ખરાબ શરૂઆત સાથે શેરબજાર ખૂલ્યુ હતુ અને શેર બજારના ઈતિહાસમો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.

આજે શેરબજારની શરૂઆત જ લાલ નિશાન સાથે થઈ હતી. આ પહેલીવાર નથી કે ચૂંટણીના પરિણામોથી શેરબજારમાં ભારે મોટો કડાકો નોંધાયો હોય. 2004ની લોકસભા ચૂંટણીમાં વાજપેયી સરકારની હાર સમયે શેરબજારનું સૌથી મોટો કડાકો નોંધાયો હતો

આજે બજાર ખૂલતાની સાથે જ રેડ સિગ્નલ સાથે ખૂલ્યા હતા. આવુ જ પતન 2004ની લોકસભા ચૂંટણીના પરિણામો સમયે જોવા મળ્યુ હતુ. 2004ની ચૂંટણીમાં વાજપેયી સરકારની હાર સાથે જ ઈતિહાસમાં શેરબજારનું સૌથી ખરાબ ઘટાડા સાથે ખૂલ્યુ હતુ.

એ સમયે શેરબજારની ઈતિહાસમાં સૌથી મોટો કડાકો હતો. 17 મે 2004ના BSEમાં 15.52%નો ઘટાડો આવ્યો હતો. જે ટકાવારીના સંદર્ભમાં જોઈએ તો શેરબજારનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.

2004માં સત્તાપક્ષ જીતને લઈને ઘણો આશ્વસ્ત હતો અને તમામ એક્ઝિટ પોલ પણ સરકારની વાપસી બતાવી રહ્યા હતા આ તમામ વચ્ચે પરિણામ આવ્યુ તો તમામ દાવાઓ હવા હવાઈ સાબિત થયા હતા.

જો કે એ સમયે બજારો ટૂંક સમયમાં રિકવર થઈ હતા. એ સમયે શેરબજારમાં મોટો કડાકો બે કારણોને કારણે થયો હોવાનુ માનવામાં આવતુ હતુ. NDAની અણધારી હાર અને શેરબજારમાં મંદી. 17 મે 2004ના રોજ સેન્સેક્સ 842 પોઈન્ટના કડાકા સાથે ડાબેરી સમર્થિત સરકારની સંભાવનાઓને આવકારમાં આવી હતી. વાજપેયી સરકારની અનિશ્ચિત હારને કારણે શેરબજારમાં ભારે મંદી જોવા મળી હતી
