દુનિયાના ટોપ 10 ધનિક શહેરોની યાદી! જાણો ટોચમાં કયા શહેરે બાજી મારી
આ છે દુનિયાના ટોપ 10 સૌથી ધનિક શહેરોની યાદી! કયા છે એ શહેરો કે જ્યાં ધનવર્ષા થાય છે. હવે એમાંય ટોપ 10 ધનિક શહેરોની યાદીમાં ટોચના 2 શહેર કયા?

આ વર્ષના ટોપ 10 સૌથી ધનિક શહેરોની યાદીમાં ટોચનું સ્થાન મેળવનાર શહેરમાં ન્યૂયોર્ક અને બે-એરિયાએ બાજી મારી છે. હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા ન્યૂ વર્લ્ડ વેલ્થના રજૂ કરાયેલા અહેવાલ મુજબ, ન્યૂ યોર્ક અને બે એરિયા જેવા શહેરો આગળ વધી રહ્યા છે.

ન્યૂયોર્ક શહેર વિશ્વનું સૌથી ધનિક શહેર છે, જ્યાં અંદાજે 3,84,500 કરોડપતિ, 818 સેન્ટી-મિલિયોનેર ($100 મિલિયનથી વધુની સંપત્તિ ધરાવતા વ્યક્તિઓ) અને 66 અબજોપતિ રહે છે. શહેરના ફાઇનાન્સિયલ સેક્ટર, લકઝરી રિયલ એસ્ટેટ અને ત્યાંનું સાંસ્કૃતિક મહત્વ ધનવાનોને આકર્ષિત કરી રહ્યું છે.

અમેરિકાનો બે-એરિયા જેમાં સાન ફ્રાન્સિસ્કો અને સિલિકોન વેલી સમાવિષ્ટ છે, ત્યાં આજની તારીખે આશરે 3,05,700 કરોડપતિ રહે છે. છેલ્લા 10 વર્ષમાં આ આંકડામાં આશરે 98%નો વધારો થયો છે. આ વધારાનું મુખ્ય કારણ ટેકનોલોજી ઉદ્યોગની તેજી છે.

ટોક્યો એશિયાનું સૌથી ધનિક શહેર છે, જ્યાં 2,98,300 કરોડપતિ રહે છે. ટોક્યોની મજબૂત આર્થિક સ્થિતિ, મજબૂત કોર્પોરેટ હાજરી અને ટેકનોલોજીમાં થયેલા વિકાસને કારણે અહીંના ધન સંચયમાં વધારો થાય છે.

સિંગાપોરમાં આશરે 2,44,800 કરોડપતિ અને 30 જેટલા અબજોપતિ રહે છે. સિંગાપોર હાઈ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓ માટે પસંદગીનું સ્થળ છે. સિંગાપોરમાં વ્યવસાય કરવા માટે અનુકૂળ નિયમો છે, સુરક્ષા સારી છે અને કર ઓછો હોવાથી લોકો અહીં આવવાનું પસંદ કરે છે. આ બધાના કારણે સિંગાપોરમાં ધનિક લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

અમેરિકાનું લોસ એન્જલસ શહેર મનોરંજન અને વ્યવસાય માટે વખાણાય છે. અહીં આશરે 2,12,100 કરોડપતિ, 5,16,000 કરોડપતિ અને 43,000 અબજોપતિ રહે છે. હોલીવુડના કારણે આ શહેર જાણીતું છે. આ સિવાય ટેકનોલોજી, રિયલ એસ્ટેટ અને અન્ય ઉદ્યોગોમાં પણ અહીં મોટી સંખ્યામાં ધનિક લોકો રહે છે.

હોંગકોંગમાં 1,54,900 જેટલા કરોડપતિ છે. હોંગકોંગ વિશ્વનું એક મહત્વનું નાણાકીય કેન્દ્ર છે. હોંગકોંગની વ્યૂહાત્મક સ્થિતિ અને ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરે ધનિકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

પેરિસ યુરોપના સૌથી ધનિક શહેરોમાંનું એક છે. પેરિસમાં 1,65,000 જેટલા કરોડપતિ રહે છે. શહેરની સમૃદ્ધ સંસ્કૃતિ, ફેશન અને વ્યવસાયનું મિશ્રણ અહીંના ધનિક વર્ગ માટેનું મુખ્ય આકર્ષણ બન્યું છે.

અમેરિકન શહેર શિકાગોમાં 1,27,100 જેટલા કરોડપતિ રહે છે. શિકાગોની મજબૂત અર્થવ્યવસ્થા અને વ્યૂહાત્મક સ્થાન તેને અમેરિકાનું ખાસ સંપત્તિ કેન્દ્ર બનાવે છે.

લંડનમાં લગભગ 2,27,000 કરોડપતિ રહે છે. છેલ્લા 10 વર્ષમાં લંડનમાં કરોડપતિઓની સંખ્યા 15% ઘટી છે. આની પાછળનું મુખ્ય કારણ બ્રેક્ઝિટ, વધેલા કરવેરા અને રહેઠાણના નવા નિયમો છે. કરોડપતિઓની સંખ્યામાં ભલે ઘટાડો થયો હોય પણ લંડન આજે સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ શહેર માનવામાં આવે છે.

સિડનીમાં અંદાજે 1,52,900 જેટલા કરોડપતિ રહે છે. મજબૂત આર્થિક સ્થિતિ અને ઉત્તમ જીવનશૈલીને કારણે ધનિકો સિડનીમાં રહેવાનું વધુ પસંદ કરે છે.
યુનાઈટેડ સ્ટેટ્સ, જે વિશ્વમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અથવા અમેરિકા તરીકે ઓળખાય છે, તે મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં આવેલો દેશ છે. અમેરિકાના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
