AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : લગ્નની ભેટમાં મળેલા સોના અને રોકડ પર કોનો અધિકાર છે ? વર કે કન્યાનો, જાણો

કેરળ હાઈકોર્ટે એક મહત્વના નિર્ણયમાં કહ્યું કે, લગ્નમાં મહિલાઓને ગિફ્ટમાં મળેલું સોનું તેની વ્યક્તિગત સંપત્તિ (સ્ત્રીધન) છે.જેને છૂટાછેડા બાદ પતિ દ્વારા પરત કરવું જરુરી છે. કોર્ટે એમ પણ કહ્યું કે, આવા કિસ્સાઓમાં કડક કાનૂની પુરાવાની અપેક્ષા રાખી શકાતી નથી અને સંભાવનાના આધારે ન્યાય આપવો પડશે.

| Updated on: May 04, 2025 | 7:26 AM
Share
 ભારતમાં, લગ્ન સમયે સ્ત્રીઓને ભેટ તરીકે મળતું સોનું (દાગીના) અને રોકડ સામાન્ય રીતે સ્ત્રીની અંગત સંપત્તિ (સ્ત્રીધન) માનવામાં આવે છે.સ્ત્રીધન એટલે સ્ત્રીની મિલકત તેના માતાપિતા,સાસરિયાં,સગાંવહાલાંઓ,અથવા લગ્ન સમયે, લગ્ન પછી અથવા જીવનના કોઈપણ તબક્કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ભેટ આપવામાં આવી હોય છે.

1 / 8
કેરળ હાઈકોર્ટે સ્ત્રીધન મામલે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અનુસાર લગ્ન સમયે મહિલાને ગિફ્ટમાં આપેલું સોનું અને કેશ તેની વ્યક્તિગત સંપત્તિ એટલે કે, સ્ત્રીધન માનવામાં આવે છે. જો ભવિષ્યમાં મહિલાના છૂટાછેડા થાય છે. તો સાસરિયા પક્ષે આ અસેટ (Asset)ને તે મહિલાને પરત કરવાના રહેશે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, આ મહિલાનો વૈધાનિક અધિકાર છે અને કોઈ પણ આને નકારી શકતું નથી.

2 / 8
એક રિપોર્ટ મુજબ કેરલ હાઈકોર્ટેમાં એક મહિલાએ અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, 2010માં લગ્ન સમયે તેના પરિવાર તરફથી એક સોનાની ચેન ગિફટ આપી હતી. તેમજ સબંધીએ પણ સોનું ગિફટમાં આપ્યું હતુ. પરંતુ લગ્ન બાદ સાસરિયાપક્ષે તેની પાસેથી લઈ લીધો.

3 / 8
બાદમાં જ્યારે પતિએ 5 લાખ રૂપિયા માંગ્યા, ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો અને જ્યારે છૂટાછેડા થયા, ત્યારે સાસરિયાઓએ મહિલાને સોનું અને રોકડ આપવાનો ઇનકાર કર્યો. આ પછી, જ્યારે મામલો નીચલી કોર્ટમાં પહોંચ્યો, ત્યારે જિલ્લા કોર્ટે પણ સાસરિયાઓના પક્ષમાં ચુકાદો આપ્યો.

4 / 8
ત્યારબાદ મહિલાએ કેરળ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા અને સુનાવણી દરમિયાન મહિલાએ કોર્ટમાં એફડી સાથે જોડાયેલા દસ્તાવેજો રજુ કર્યા અને સાબિત કર્યું કે, સોનું તેના માતા-પિતાએ ખરીદ્યું હતુ. જેના પર કોર્ટે સાસરિયા પક્ષને આદેશ આપ્યો કે, તે સોનું કે પછી તેની હાલની બજાર કીંમત મહિલાને રોકર્ડના રુપમાં આપે.

5 / 8
આ દરમિયાન સબંધી પાસેથી ગિફ્ટમાં મળેલું સોનાનું પ્રુફ નથી તો હાઈકોર્ટે સબુતો સિવાય માંગેલી વસ્તુઓને રદ્દ કરી હતી. જે મહિલાને મળશે નહી.રિપોર્ટ અનુસાર કોર્ટે આ મામલે સુનાવણી દરમિયાન એક ટિપ્પણી કરતા કહ્યું કે, લગ્નમાં મહિલાઓને મળેલી વસ્તુઓ કે ઘરેણા અને અનૌપચારિક લેવડ-દેવડ થાય છે. જેનું કાગળ પર કોઈ સાક્ષી હોતું નથી.

6 / 8
આવી સ્થિતિમાં, અદાલતોએ સંભાવનાના આધારે પોતાનો ચુકાદો આપવો જોઈએ અને ફોજદારી કેસોની જેમ કઠોર પુરાવાની માંગ ન કરવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે ઘરેલુ હિંસા, દહેજ ઉત્પીડન અથવા છૂટાછેડાના કિસ્સાઓમાં, મહિલાઓ માટે તેમના ઘરેણાં પાછા મેળવવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને આ સમસ્યા વધુ જટિલ બની જાય છે.

7 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

8 / 8

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">