કાનુની સવાલ : શું કોર્ટ કચેરીના ધક્કા ખાધા વગર છૂટાછેડા લઈ શકાય છે ? જાણો
ભારતમાં છૂટાછેડા લેવાના અનેક પ્રકાર છે. જેમાંથી કેટલાક કોર્ટ-કચેરીના ધક્કા ખાધા વગર પણ શક્ય છે. ખાસ કરીને જો પતિ-પત્ની પરસ્પર સંમતિથી છૂટાછએડા લેવા માંગે છે. તો ચાલો આ પ્રકિયા આપણે વિસ્તારથી જાણીએ.

લગ્નને સાત જન્મનોનું બંધન બંધવામાં આવે છે. કહેવામાં આવે છે કે, છોકરીઓની ડોલી માવતરથી ઉઠે છે અને અર્થી સાસરીયાને ત્યાંથી ઉઠે છે,

પરંતુ આજકાલ સાત જન્મનો બંધન કહેવામાં આવતા લગ્નના બંધન એક જન્મ સુધી પણ ટકી શકતો નથી. પતિ-પત્ની વચ્ચે ઝગડા થવા લાગે છે અને બંન્ને અલગ થવાનો નિર્ણય લેતા હોય છે.

જો પતિ-પત્નીને અલગ થવું હોય તો ગર્લફેન્ડ કે બોયફ્રેન્ડના બ્રેકઅપ જેવું નથી હોતુ. કે, સોશિયલ મીડિયા પર બ્લોક કર્યા અને કોન્ટેક અને સબંધો પુરા, લગ્નના સંબંધો તોડવા માટે છૂટાછેડા લેવા પડે છે. તેના માટે કોર્ટ કચેરીના પણ ધક્કા ખાવા પડતા હોય છે. જો છૂટાછેડામાં મ્યુચ્યુઅલ અંડરસ્ટેડિંગ હોય તો આ પ્રકિયા જલ્દી પૂર્ણ થાય છે.

ત્યારે હવે મનમાં એક સવાલ થાય છે કે, શું સોશિયલ મીડિયાના જમાનામાં ઓનલાઈન છૂટાછેડા થઈ શકે છે. કોર્ટ કચેરીના ધક્કા ખાધા વગર છૂટાછેડા લઈ શકાય, તો આના વિશે આપણે વિગતવાર વાત કરીએ.

જો પતિ-પત્ની બંને છૂટાછેડા માટે સંમત થાય અને કોઈ પણ પ્રકારનો વિવાદ ન હોય, તો આ સૌથી સહેલો અને ઝડપી રસ્તો છે. આ પ્રક્રિયા હિન્દુ લગ્ન અધિનિયમ, 1955 (કલમ 13બી) હેઠળ આવે છે.

બંન્ને પક્ષ સંયુક્ત રીતે અરજી ફેમિલી કોર્ટમાં દાખલ કરવાની હોય છે. જેમાં છૂટાછેડાના કારણ અને સહમતિનો ઉલ્લેખ કરવામાં આવે છે. અરજી દાખલ કર્યા બાદ કોર્ટ 6 મહિનાનો સમય આપે છે. જેને cooling-off period કહેવામાં આવે છે. જેનાથી બંન્ને પક્ષોને પોતાના નિર્ણય પર પુનવિર્ચાર કરવાની તક મળે. 6 મહિના બાદ બંન્ને પક્ષો ફરીથી કોર્ટમાં હાજર થવાનું હોય છે. જો બંન્ને પોતાના નિર્ણય પર અડગ રહે છે. તો કોર્ટ છૂટાછેડા (Divorce Decree) જાહેર કરે છે. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું જો બંન્ને પક્ષ સહમત છે. તો કોર્ટે 6 મહિનાનો સમય ઘટાડી પણ શકે છે.

જરુરી દસ્તાવેજોની વાત કરીએ તો લગ્નનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, એડ્રેસ પ્રુફ, ફોટોગ્રાફ, લગ્નના ફોટો, પરસ્પર સંમતિનું સોગંદનામુંકેટલાક રાજ્યોમાં અને ખાસ પરિસ્થિતિઓમાં ઓનલાઈન છૂટાછેડા ઉપલબ્ધ છે, જ્યાં સુનાવણી વકીલ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થાય છે. પરંતુ આ સુવિધા ફક્ત પરસ્પર સંમતિના કિસ્સામાં જ વધુ અસરકારક છે.

કેટલાક કિસ્સામાં ગ્રામીણ વિસ્તારોમાં પંચાયત કે (Mediation) દ્વારા છૂટાછેડા લઈ શકાય છે. જો તે ફેમિલી કોર્ટમાં નોંધાયેલ હોય તો જ તે કાયદેસર રીતે માન્ય ગણાય છે. જો બંને પક્ષો સંમત થાય, તો છૂટાછેડાની પ્રક્રિયા સરળ અને ઝડપી બની શકે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયોના આધારે કૂલિંગ-ઓફ પિરિયડ (cooling-off period)પણ દૂર કરી શકાય છે. જોકે, છૂટાછેડાની પ્રક્રિયા કાયદેસર રીતે પૂર્ણ કરવા માટે ફેમિલી કોર્ટની મંજૂરી જરૂરી છે, પછી ભલે તે પ્રક્રિયા ઓનલાઈન હોય કે ઓફલાઈન.
હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત 34 ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટ ભારતના બંધારણ હેઠળ ન્યાયની અપીલ માટેની અંતિમ અદાલત છે. સુપ્રીમ કોર્ટના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
