Property Rule : મકાનમાલિકો મનમાની ન કરી શકે, ભાડૂઆતના પણ છે આ કાનૂની અધિકારો જુઓ
ભારતમાં ભાડૂઆતોના અધિકારોનું રક્ષણ કરવા માટે વિવિધ કાયદા અને નિયમનો છે, જે ભાડૂઆતોને અન્યાયી વર્તન, ગેરકાયદેસર રીતે બહાર કાઢવા અને અન્ય સમસ્યાઓથી રક્ષણ પૂરું પાડે છે.

ભાડૂઆતના મુખ્ય અધિકારોની જો આપણે વાત કરીએ તો ભાડૂતોને સ્પષ્ટ અને લેખિત ભાડા કરારનો અધિકાર છે, જેમાં ભાડું, સુરક્ષા ડિપોઝિટ, મુદત, સમારકામની જવાબદારી અને ખાલી કરાવવાની શરતો સ્પષ્ટ રીતે જણાવવામાં આવી હોય. આ દસ્તાવેજ કાનૂની વિવાદોમાં મદદરૂપ થઈ શકે છે.

યોગ્ય કારણ વગર ભાડૂતોને ઘરની ખાલી કરાવી શકાતા નથી. ખાલી કરાવવા માટે કોર્ટનો આદેશ જરૂરી છે, અને ભાડૂતને યોગ્ય સૂચના આપવી આવશ્યક છે.

જો મકાન માલિકો ભાડૂતના ભાડા વધારે છે. તો મોડેલ ટેનન્સી એક્ટ હેઠળ, ભાડા વધારા માટે ત્રણ મહિનાની અગાઉથી સૂચના આપવી જરૂરી છે.

ભાડૂતોને પાણી, વીજળી અને અન્ય આવશ્યક સેવાઓનો સતત પુરવઠો મેળવવાનો અધિકાર છે. વાજબી બહાના વગર આ સેવાઓ બંધ કરવી ગેરકાયદેસર છે. ભાડૂતોને ગોપનીયતાનો અધિકાર છે, મકાનમાલિકો કોઈ મુશ્કેલ પરિસ્થિતિઓ સિવાય કે જાણ કર્યા વિના ભાડુઆતના ઘરમાં પ્રવેશી શકતા નથી.

ભાડૂતોને સિક્યોરિટી ડિપોઝિટ પરત કરવાનો અધિકાર છે, જો મિલકતને કોઈ નુકસાન ન થયું હોય. જો મકાનમાલિક ડિપોઝિટ પરત કરવામાં નિષ્ફળ જાય, તો ભાડૂતો રેન્ટ અથોરિટી અધિકારી પાસેથી મદદ માંગી શકે છે.

જો મકાનમાલિક પોતાની ફરજો બજાવતો નથી, તો ભાડૂઆત નીચેના પગલાં લઈ શકે છે, લેખિત ફરિયાદ મકાનમાલિકને સમસ્યાની લેખિતમાં જાણ કરો. સ્થાનિક ભાડા અધિકારીનો સંપર્ક કરો, સ્થાનિક ભાડા અધિકારીને ફરિયાદ દાખલ કરો. જો જરૂરી હોય તો, કોર્ટમાં અરજી દાખલ કરો.

હાલની કેટલીક ઘટનાઓ આપણે જોઈએ તો, મહારાષ્ટ્ર સરકાર પોલીસ સ્ટેશનોમાં ઓનલાઈન ભાડૂઆત ચકાસણી સિસ્ટમ લાગુ કરવાની યોજના બનાવી છે, જેનાથી ભાડૂઆતોને પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લેવાની ફરજ પડશે નહી.

. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.



























































