કાનુની સવાલ : મિત્ર કે સંબંધીને તમારી કાર આપતા પહેલા આ વાત જાણી લો
અવાર-નવાર તમારા ફ્રેન્ડ કે સંબંધીઓ તમારી કાર લઈ જતા હોય છે. ત્યારે કાર , ટ્રક કે, બસ સહિત બાઈક પણ તમારા મિત્ર થોડા દિવસો માટે લઈ જતાં હોય છે. આ દરમિયાન જો તે અકસ્માત કરે તો ગુનો કોના પર નોંધાશે. ડ્રાઈવર કે મકાન માલિક પર જાણો વિસ્તારથી.

કેટલીક વખત એવા કેસ સામે આવે છે કે, કોઈના વાહન દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હોય અને તે સમયે ગાડીનો માલિક ગાડીમાં સવાર પણ ન હોય. ત્યારે એક સવાલ મનમાં થાય છે કે, આવી સ્થિતિમાં ગાડીના માલિકને કઈ કાનુની કાર્યવાહીમાંથી પસાર થવું પડે છે. આ વિશે વિસ્તારથી ચર્ચા કરીએ.

ગાડી તમારા નામ પર હોય પરંતુ અકસ્માત બાદ તમારી ગાડી લઈ ગયેલા મિત્રો કે સંબંધીઓ ગાડી છોડી ચાલ્યા જાય છે. તો ફરિયાદ ગાડીના માલિક પર કરવામાં આવી શકે છે.

મોટર વાહન અધિનિયમ હેઠળ, આવા કિસ્સાઓમાં ડ્રાઇવરને સંપૂર્ણપણે જવાબદાર ગણવામાં આવે છે. જો વાહનનો વીમો ઉતરાવેલો હોય, તો પણ તેને કોઈ દાવાનો લાભ મળશે નહીં. આવા કિસ્સાઓમાં, ડ્રાઇવરને 6 વર્ષ સુધીની જેલ અને 50,000 રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે.

કાયદાકીય નિષ્ણાતોના મતે, જો કોઈ કાર અથવા પેસેન્જર વાહન સાથેના અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા ગંભીર રીતે ઘાયલ થાય છે, તો પોલીસ આરોપી ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 279, 304 અથવા 304A હેઠળ કેસ નોંધે છે.

અકસ્માત સમયે કાર માલિક વાહનમાં હાજર ન હોય, પરંતુ તેને ખબર હોય કે કાર લઈ જનાર વ્યક્તિ ગુનો કરવાની યોજના બનાવી રહ્યો છે, તો કાર માલિકને કાવતરામાં સામેલ ગણવામાં આવશે અને તેને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

વધુમાં, જો અકસ્માતમાં સામેલ વાહન પરિવહન વિભાગના ધોરણોને પૂર્ણ કરતું નથી, એટલે કે, તેના દસ્તાવેજો અધૂરા છે, અથવા તેનું વીમા અથવા પોલ્યુશન પૂર્ણ થઈ ગયું છે, તો વાહન માલિક સામે કાર્યવાહી થઈ શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
