કાનુની સવાલ : જાહેર સ્થળોએ રીલ્સ બનાવતા હોવ તો બંધ કરી દેજો, પોલીસ તમારી ધરપકડ કરી શકે છે, જાણો શું છે નિયમો
પબ્લિક પ્લેસ પર રીલ બનાવવી આજકાલ ટ્રેન્ડમાં છે પરંતુ આવું કામ કરી તમે મુશ્કેલીમાં મુકાય શકો છો. આટલું જ નહી પોલીસ તમારી ધરપકડ પણ કરી શકે છે. તો ચાલો જાણી લઈએ શું છે નિયમો.

તમે જોયું હશે કે જાહેર સ્થળોએ રીલ શૂટ કરવાથી ઘણીવાર ભીડ ઉભી થાય છે. ક્યારેક ટ્રાફિક અટકી જાય છે, ક્યારેક જાહેર અવરજવરમાં પણ ખલેલ પહોંચે છે. ક્યારેક, આ પ્રવૃત્તિ અન્ય લોકોની ગોપનીયતાનું ઉલ્લંઘન પણ કરે છે. આવી પરિસ્થિતિઓ કાનૂની સમસ્યાઓ તરફ દોરી શકે છે.

આજના સમયમાં સોશિયલ મીડિયા પર રીલ અને વીડિયો બનાવવા માત્ર એક શૌખ રહ્યો નથી પરંતુ ટ્રેન્ડ છે. પાર્ક, રેલવે સ્ટેશન, પ્રવાસન સ્થળ પર કોઈ સરકારી ઈમારતમાં લોકો પોતાના ફોનનો કેમેરો ચાલુ કરી શૂટિંગ કરવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે, કેટલાક સ્થળો પર આવું કામ કરવું ગેરકાનુની છે.

તો ચાલો આજે આપણે અમારી કાનુની સવાલની સીરિઝમાં ભારતમાં પબ્લિક પ્લેસ પર રીલ કે વીડિયો બનાવવાને લઈ શું નિયમો અને કાનુન છે. તેના વિશે વાત કરીએ. ક્યા-ક્યા સ્થળોએ વીડિયો શૂટ કરવું ગેરકાનુની છે. કોઈની પરવાનગી વગર શૂટિંગ કરવાથી શું સજા થઈ શકે છે?

પબ્લિક પ્લેસ પર રીલ કે વીડિયો બનાવવો ગેરકાયદેસર નથી, પરંતુ જો તમે સ્થાનિક વહીવટીતંત્ર, સંબંધિત વિભાગ અથવા મિલકત માલિકની પરવાનગીથી શૂટિંગ કરો છો તો જ તે કાયદેસર માનવામાં આવે છે.

સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે, કોઈની પ્રાઈવેસી, સુરક્ષા કે, કોઈ કાનુનનું ઉલ્લંધ ન થાય જો તમે કોઈની પરવાનગી વગર એવા સ્થળો પર શૂટિંગ કરો છો જે પ્રતિંબંધિત છે, કે પછી સંવેદનશીલ અથવા સરકારી નિયંત્રણમાં છે. તો આ કાનુન હેઠળ ગુનો ગણવામાં આવે છે.

જો તમે આ સ્થળો પર રીલ કે વીડિયો બનાવ્યો તો તમારી ઉપર કાનુની કાર્યવાહી થઈ શકે છે. જેમ કે, ઐતિહાસિક તેમજ પુરાતાત્વિક સ્થળો,એએસઆઈ દ્વારા સંરક્ષિત સ્મારક, કિલ્લા તેમજ ગુફા કે મહેલ.

રેલવેને સંપત્તિ, રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ, ટૈક, પુલ , સચિવાલય,પોલીસ સ્ટેશન, કોર્ટ , જેલ તેમજ જિલ્લા કલેક્ટ્રેટ મંત્રાલય, બસ સ્ટેન્ડ,મેટ્રો સેટેશન, રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવ અભયારણ, સંરક્ષિત વન. એરપોર્ટ, એરફોર્સ બેસ,નો ફ્લાઈ જોન,હાઈડ્રોપાવર પ્રોજેક્ટ, અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ, જેમાં કેટલાક ધાર્મિક સ્થળો પર પણ તમે રીલ્સ કે વીડિયો બનાવી શકતા નથી.ટુંકમાં આ સ્થળો પર જો તમારે રીલ્સ કે વીડિયો બનાવવા છે તો પહેલા તમારે આ વિભાગ કે પ્રશાસનની લેખિત અનુમતિ લેવી પડશે.

ભારતીય દંડ સંહિતા (BNS)ની નવી કલમો હેઠળ, જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડતી, અન્ય લોકોને અસુવિધા પહોંચાડતી અથવા અશાંતિ ફેલાવતી ક્રિયાઓ પર કાર્યવાહી થઈ શકે છે. જો તમે ફિલ્માંકન કરતી વખતે રસ્તો રોકો છો, ટ્રાફિકને અવરોધિત કરો છો અથવા ભીડ એકઠી કરો છો, તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.

ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC) ની કલમ 353 અને 355 જેવી જોગવાઈઓ હેઠળ, પોલીસને જાહેર વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતી કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવાનો અધિકાર છે. આ ધરપકડ માટે વોરંટની પણ જરૂર નથી. આનો અર્થ એ છે કે જો તમે રીલ બનાવતી વખતે નિયમોનો ભંગ કરતા પકડાઈ જાઓ છો, તો પોલીસ સ્થળ પર જ કાર્યવાહી કરી શકે છે.ધ્યાનમાં રાખો કે કાયદો તોડવો અને જાહેર સ્થળે રીલ બનાવવી મોંઘી પડી શકે છે. જ્યાં જરૂર હોય ત્યાં વિડિઓ શૂટ કરવાની પરવાનગી મેળવવી શ્રેષ્ઠ છે. તમારા જુસ્સાને આગળ વધારો પરંતુ જો તમે અન્ય લોકોને નુકસાન પહોંચાડો છો, તો તમને કાનૂની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
