કાનુની સવાલ : શું તમને સાઈડ મિરરને ખોટી રીતે ફોલ્ડ કરવા બદલ દંડ થઈ શકે છે? નિયમો જાણો
કેટલીક વખત એવું થાય છે કે, જાણકારીના અભાવે સાઈડ મિરરનો ખોટી રીતે ઉપયોગ કરવા બદલ દંડ ફટકારવામાં આવે છે. કાનુની સવાલમાં ચાલો રીઅરવ્યુ મિરરનો ઉપયોગ કરવાની સાચી રીત અને ભૂલ કરવા બદલ સંભવિત દંડ વિશે જાણીએ.

રસ્તા પર વાહન ચલાવતી વખતે સમય સુરક્ષાના નિયમોનું પાલન કરવું જરુરી છે. તેટલું જ વાહનના તમામ ઉપકરણોનો યોગ્ય ઉપયોગ કરવાનો પણ છે. હંમેશા લોકો બાઈક કે કારના રિયર વ્યુ મિરર એટેલે કે, સાઈડ મિરરને સ્ટાઈલના ચકકરમાં ફેરવી નાંખે છે અથવા દુર કરી નાંખે છે.

સૌથી પહેલા તો તમને એ જણાવી દઈએ કે, રીઅર વ્યૂ મિરર એ વાહનની અંદર કે બહાર લગાવવામાં આવેલો અરીસો છે. જેમાં ડ્રાઇવર ટ્રાફિક અને પાછળ આવતા વાહનોને જોઈ શકે છે.

લોકોને એમ થાય છે કે, જો વાહનમાંથી આ મિરર દુર કરશો. તો ટ્રાફિક પોલીસ કોઈ કાર્યવાહી કરશે નહી. પરંતુ આ વિચાર ખોટો છે. સાઈડ મિરરને ફરવી અથવા ખોટી રીતે રાખી ગાડી ચલાવવા પર પોલીસ તમારા પર કાર્યવાહી પણ કરી શકે છે. તો આજે આપણે રિયર વ્યુ મિરરનો યોગ્ય ઉપયોગ ન કરવા પર શું દંડ થાય તેના વિશે જાણીએ.

મોટર વાહન અધિનિયમ હેઠળ સાઇડ મિરર માટેના નિયમો શું છે? મોટર વાહન અધિનિયમ અનુસાર ટુ વ્હીલર અને ફોર વ્હીલમાં બંને બાજું સાઈડ મિરર લગાવવા જરુરી છે.

જો તમે તમારી કાર અથવા બાઈકમાં રિયર વ્યુ મિરરને ઉંધી દિશામાં રાખી ગાડી ચલાવી રહ્યા છો. તો ટ્રાફિક પોલીસ તમને 500 રુપિયાનો દંડ પણ ફટકારી શકે છે.

જો તમે આ ભૂલ વારંવાર કરી રહ્યા છો. તો આ દંડ 1,500 રુપિયા પણ થઈ શકે છે. રિયર વ્યુ મિરર વગર ગાડી ચલાવવી અસુરક્ષિત વાહન ચલાવવાની શ્રેણીમાં રાખવામાં આવે છે.

જો સાઈડ મિરર યોગ્ય દિશામાં ન હોય તો વાહન ચાલકને પાછળ આવતા વાહનની સ્પીડનો અંદાજ આવતો નથી. જેના કારણે ગંભીર દુર્ધટના પણ સર્જાય છે.જો તમારી કારમાં ઓટો-ફોલ્ડ અથવા ઇલેક્ટ્રોનિક મિરર્સ છે, તો એન્જિન શરૂ કરતાની સાથે જ તેને ખોલવાની આદત પાડો.જો ટ્રાફિક પોલીસ તમને બંધ સાઇડ મિરર સાથે રોકે છે, તો નિયમોનું પાલન કરો અને તરત જ યોગ્ય સ્થિતિમાં મિરર ખોલો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
