કાનુની સવાલ : જો તમારે પાલતુ શ્વાન રાખવો હોય તો આ આકરા નિયમોનું પાલન કરવું ફરજિયાત
જો તમારે હવે ઘરે પાલતું શ્વાન રાખવા હશે. તો તે માટે કેટલાક નિયમોનું ખાસ પાલન પણ કરવાનું રહેશે. કોઈ શ્વાન માલિક આ નિયમોનું પાલન નહી કરે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. શ્વાન માટે તમારે લાઈસન્સ લેવું જરુરી છે. તો ચાલો આ વિશે વિસ્તારથી માહિતી જાણીએ.

ગુજરાતભરમાં શ્વાન કરડવાની ઘટનાઓમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. થોડા મહિના એક એવી ઘટના સામે આવી હતી. જેમણે સૌ કોઈને હચમચાવી નાંખ્યા હતા. એક પાલતું શ્વાને 4 મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીનું મોત નિપજ્યું હતુ.

સુરત મહાનગર પાલિકાની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. જો તમારે કોઈ પાલતુ સ્વાન રાખવું હોય તો તમારે તેના માટે લાઇસન્સ લેવું પડશે. સુરતપાલિકાદ્વારા ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે.પાલતુ શ્વાન પાળવા હોઈ તો 10 પાડોશીની મજૂરી લેવાના નિર્યણ નો વિરોધ પણ થઈ રહ્યો છે.

અમદાવાદમાં શ્વાન કરવડવાથી એક બાળક નું મોત થયું હતું.જે બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. જેમાં જો તમારે ઘરે પાલતુ શ્વાન રાખવો હોય તોસોસાયટીમાં રહેતા હોય તો આજુબાજુન 10 લોકોની બાંયધરીપત્ર પત્ર જરૂરી છે.શ્વાન પ્રેમીમાં મનપાના નિર્ણયને સામે ભારે રોષ પણ જોવા મળ્યો હતો.

જેમાં તમે એપાર્ટમેન્ટમાં પ્રમુખની અને આજુબાજુ લોકોની બાંયધરી જરૂરી છે. સુરત શહેરમાં 800 થી વધુ નોટિસો પાઠવામાં આવી છે.250 અરજીઓ લાઇસન્સ માટે આવી જેમાં 150 લાઇસન્સ આપવામાં આવ્યા છે.100 અરજી તપાસમાં 6 અરજી કેન્સલ કરવામાં આવી છે.

ગુજરાતમાં રોડ પર કે લિફ્ટમાં પાલતુ શ્વાન કરડવાના કિસ્સો સામે આવતા હોય છે.કોઈ શ્વાન માલિક લાઇસન્સ નહીં રાખે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં પાલતુ શ્વાનના હુમલા બાદ ખુબ વિરોધ કરવામાં આવ્યો હતો.

સુરત કલેકટર કચેરી ખાતે લોકો એકઠા થઇ વિરોધ કર્યો હતો. નિર્યણ પાછો લેવા કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતુ. મહાનગર પાલિકા પ્રી મોન્સૂન કામગીરી નથી કરી શકતી. લોકોનું મુદ્દા થી ધ્યાન ભટકાવવા નવું ગતકડું લાવ્યા છે. (All Image Symbolic ,canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
