કાનુની સવાલ : પત્નીના કૂતરા પ્રત્યેના પ્રેમને કારણે પતિ તણાવમાં, હાઇકોર્ટમાં છૂટાછેડાની માંગ કરી
અમદાવાદમાં એક પતિએ પત્ની પર ક્રુરતાનો આરોપ લગાવતા છુટાછેડા માંગ્યા છે. પતિનું કહેવું છે કે, પત્ની કૂતરો ઘરે લાવી હતી. આ સમગ્ર વાતની ફેમિલી કોર્ટે અરજી ફગાવી દીધા બાદ હવે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે.

દેશમાં આજના સમયમાં છુટાછેડાના કેસ ખુબ સામાન્ય થયા છે. પરંતુ કેટલાક છુટાછેડાની ચર્ચાઓ દેશભરમાં ચર્ચાનો વિષય બને છે. હાલમાં અમદાવાદનો એક કેસ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં એક પતિએ પત્ની પર ક્રુરતાનો આરોપ લગાવી છુટાછેડા માંગ્યા છે.

પતિનું કહેવું છે કે, પત્ની ઘરમાં રખડતા કુતરાઓ લાવતી હતી અને તેને અપમાનિત કરવા માટે મસ્તી કરતી હતી. આ વાતનો ઉલ્લેખ કરીને તેણે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે.

ફેમિલી કોર્ટે પતિના છુટાછેડાની અરજી રદ્દ કરી હતી. ત્યારબાદ પતિએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. આ મામલે રખડતા કુતરાઓનું સાર્વજનિક અપમાન અને પતિના સ્વાસ્થ સંબંધી સમસ્યાઓ સાથે જોડાયેલું છે. આ કારણે તેની ચર્ચા થઈ રહી છે. પતિએ છુટાછેડા લેવા પાછળ વધુ એક કારણ જણાવ્યું હતુ. તેમણે કહ્યું કે, તણાવથી મારી શારીરિક ક્ષમતાઓ નબળી પડી ગઈ છે.

પતિની અપીલ અનુસાર આ કપલના લગ્ન 2006માં થયા હતા. તેને મુશ્કેલી ત્યારથી શરુ થઈ જ્યારે તેની પત્ની તેની સોસાયટીમાં રહેતા કુતરાને તેના ઘરે લાવી હતી. જ્યાં કુતરાઓ કે પાલતુ જાનવરોના આવવા પર પ્રતિબંધિત હતો. તેમ છતાં તે ત્યાં રખડતાં કુતરાને લાવી હતી અને તેને જમવાનું, સાફ સફાઈ તેમજ તેની સારસંભાળ રાખવાનું કહેતી હતી.

પતિના કહેવા મુજબ કુતરાની વધતી સંખ્યાથી પાડોશી તેના વિરુદ્ધ થયા હતા. ત્યારબાદ 2008માં પોલીસ ફરિયાદ કરી હતી. તેમણે એ પણ કહ્યું કે, પત્ની એનિમલ રાઈટ્સ ગ્રુપ સાથે જોડાયા બાદ તેમણે અનેક વખત બીજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પતિ પર પોલીસ સ્ટેશનમાં આવવાનું દબાણ કર્યું હતુ. તેમજ તેમણે ના પાડતી તેમને અપશબ્દો કહી તેનું અપમાન કર્યું હતુ.

પતિએ કોર્ટમાં દાવો કર્યો કે, કુતરાના કારણે તેના સ્વાસ્થ પર ખરાબ અસર પડી છે. તેમજ તેમને અનેક તકલીફનો સામનો કરવો પડ્યો છે. પતિએ કહ્યું કે, તે 1 એપ્રિલ 2007થી તેની પત્નીએ એક રેડિયો જોકી સાથે કથિત પ્રેમ સંબંધ વિશે એક કોલ કરાવ્યો હતો. આ કારણે તેને ઓફિસમાં નીચું જોવાનો વારો આવ્યો હતો.

પતિએ અપલી કરી અને કહ્યું કે, તેના લગ્ન તુટી ચૂક્યા છે. તેમણે 15 લાખ રુપિયા ભરણપોષણની ઓફર કરી, જ્યારે તેમની પત્નીએ 2 કરોડનો આગ્રહ રાખ્યો. હાઇકોર્ટે વધુ સુનાવણી 1 ડિસેમ્બરના રોજ નક્કી કરી છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
