380 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ Jan Nayagan માટે કોણે કેટલો ચાર્જ લીધો, જાણો
Jan Nayagan Cast Fees : થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મજન નાયગન હાલમાં ખુબ જ ચર્ચામાં છે. ફિલ્મ 9 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અત્યારથી ફિલ્મના તમામ શો હાઉસફુલ થઈ ચૂક્યા છે. તો ચાલો જાણીએ જન નાયગન માટે સ્ટારે કેટલી ફી લીધી છે.

Jan Nayagan Cast Fees : સાઉથ અભિનેતા થલાપતિ વિજય હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મજન નાયગનની રિલીઝને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મ પોંગલના દિવસે 9 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જેનું નિર્માણ કેવીએન પ્રોડક્શન અને એચ વિનોદ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

મહત્વની વાત એ છે કે, ફિલ્મને હજુ સુધી CBFCનું સર્ટિફિકેટ મળ્યું નથી. જેના કારણે માનવામાં આવે છે કે, ફિલ્મ રિલીઝ થવામાં મોડું થઈ શકે છે. હવે ફિલ્મની સ્ટાર કાસ્ટની ફી ચર્ચામાં આવી છે. તો ચાલો જાણીએ મોટા બજેટમાં બનેલી ફિલ્મ માટે સ્ટારે કેટલો ચાર્જ લીધો છે.

ફિલ્મ જન નાયગન માટે વિજય થલાપતિને સૌથી વધારે પૈસા મળ્યા છે. રિપોર્ટ મુજબ સાઉથના સુપરસ્ટારે આ ફિલ્મ માટે 220 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. આ સાથે તે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ ચાર્જ લેનારો અભિનેતા બની ચૂક્યો છે. તેની ફીને લઈ કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી.

ફિલ્મ માટે બોબી દેઓલની ફીની વાત કરીએ તો આ ફિલ્મમાં તે વિલનના રોલમાં જોવા મળશે. પહેલ વખત હશે. જ્યારે થલાપતિ વિજય અને બોબી દેઓલ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ત્યારે રિપોર્ટ મુજબ તેમણે અંદાજે 3 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.

અન્ય સ્ટારની વાત કરીએ તો પુજા હેગડે લીડ અભિનેત્રી તરીકે જોવા મળશે. જેમણે બોબી દેઓલ જેટલો ચાર્જ લીધો છે. અભિનેત્રી મમિતા બિજુને આ ફિલ્મ માટે 60 લાખ રુપિયા મળ્યા છે.

ડાયરેક્ટરે 25 કરોડનો ચાર્જ લીધો છે. તોજન નાયગનના નિર્દેશક એચ વિનોદ અને મ્યુઝિક કંપોઝરની ફી બોબી દેઓલથી વધારે છે. મ્યુઝિક અનિરુદ્ધ રવિચંદ્રને કંપોઝ કર્યું છે. જેને 13 કરોડ રુપિયાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

જો આપણે જન નાયગનના બજેટની વાત કરીએ તો રિપોર્ટ મુજબ જન નાયગનનું બજેટ 380 કરોડ રુપિયા છે. તમિલ સિનેમાની અત્યારસુધીની સૌથી મોંઘી ફિલ્મમાંથી એક છે. હવે જોવાનું રહેશે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે. તેમજ આ ફિલ્મ સિનેમાઘરોમાં ક્યારે રિલીઝ થશે.
સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજય તેમની આગામી ફિલ્મ "જાન નાયગન" માટે ચર્ચામાં અહી ક્લિક કરો
