Breaking News : તાપીના કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 જણા ઘવાયા, વાહનોને પણ થયું નુકસાન
તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા ગામે સાવ નજીવી વાતે બે જૂથ વચ્ચે અથડામણ ફાટી નીકળી હતી. આ જૂથ અથડામણમાં કરાયેલા પથ્થરમારાથી ઓછામાં ઓછા સાતથી આઠ લોકોને ઈજા પહોંચી હતી. જેમા ગંભીર ઈજા પામેલાને મહારાષ્ટ્રની નંદૂરબાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્યોને નિઝર ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના છેવાડે આવેવા ગામ કુકરમુંડા ખાતે, બાઈક ચાલક સાથે સામાન્ય બોલાચાલી થવા પામી હતી. બોલાચાલી દરમિયાન બે જૂથના લોકો વચ્ચે એકાએક ધક્કામુક્કી થવા પામી હતી. જેમાં કેટલાકે પથ્થરમારો શરૂ કર્યો હતો. જોત જોતામાં કુકરમુંડાના ખટીક ફળિયામાં બે જૂથના ટોળ સામસામે આવી ગયા હતા. બન્ને જૂથના લોકોએ ભારે પથ્થરમારો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા સાતથી આઠ લોકોને ઈજા પહોચી હતી. પથ્થરમારને કારણે, પાર્ક કરેલા વાહનોને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું.
કુકરમુંડામાં જૂથ અથડામણ ફાટી નીકળી હોવાના અહેવાલ પોલીસ પાસે પહોંચતા જ જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તાપી પોલીસે બન્ને જૂથના લોકોને વિખેરીને સ્થિતિ થાળે પાડી હતી. ત્યાર બાદ બન્ને જૂથના લોકોની અટકાયત કરી હતી. હાલમાં સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોવાનું તાપી પોલીસે જણાવ્યું હતું. જો કે, સાવચેતીના ભાગરૂપે કુકરમુંડામા પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન