કાનુની સવાલ : શું પતિ પત્ની પાસેથી ભરણપોષણ માંગી શકે છે, જાણો શું છે કાયદો?
અલ્હાબાદ હાઈકોર્ટે પીસીએસ અધિકારી જ્યોતિ મૌર્યને તેમના પતિની ભરણપોષણ અરજી પર નોટિસ ફટકારી છે. આલોકે પોતાની અરજીમાં દલીલ કરી છે કે, તેની પત્ની એક વહીવટી અધિકારી છે, જ્યારે તે એક નાની સરકારી નોકરી ધરાવે છે અને અનેક રોગોથી પણ પીડાય છે.

આલોક મૌર્યએ પ્રયાગરાજ ફેમિલી કોર્ટના નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો છે, જેમાં કોર્ટે તેમની પત્ની જ્યોતિ મૌર્ય પાસેથી ભરણપોષણ ભથ્થું માંગવાની અરજીને ફગાવી દીધી હતી.આલોકની ભરણપોષણ ભથ્થા સંબંધિત અરજી પર હાઇકોર્ટે પીસીએસ અધિકારી જ્યોતિ મૌર્યને નોટિસ ફટકારી છે. હવે આ મામલે 8 ઓગસ્ટના રોજ સુનાવણી થશે. આ વચ્ચે સવાલ ઉઠી રહ્યા છે કે, શું પતિ છૂટાછેડા પછી પત્ની પાસેથી ભરણપોષણ માંગી શકે છે અને આના વિશે કાયદો શું કહે છે ચાલો વિસ્તારથી જાણીએ

જ્યોતિ મૌર્યે પ્રયાગરાજના ફેમિલી કોર્ટમાં અલોક પાસેથી છુટાછેડા માટે અરજી દાખલ કરી હતી. જે હજુ પણ પેન્ડિંગ છે. આ અરજી પેન્ડિંગ હતી ત્યારે આલોકે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 24 હેઠળ ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

જેને 4 જાન્યુઆરી 2025ના કોર્ટે ફગાવી દીધી હતી. ફેમિલી કોર્ટે આ નિર્ણય વિરુદ્ધ તેમણે હાઇકોર્ટ સમક્ષ પ્રથમ અપીલ દાખલ કરી છે.

અલોક મૌર્યએ હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 24 હેઠળ છુટાછેડા કે અન્ય વૈવાહિક વિવાદો દરમિયાન પતિ કે પત્નીમાંથી કોઈ પણ પક્ષ ભરણપોષણ માંગી શકે છે. જો તે આર્થિક રીતે નબળી હોય અથવા પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ હોય. આ જોગવાઈ દરેકને લાગુ પડે છે, કારણ કે તે લિંગ-તટસ્થ જોગવાઈ છે, એટલે કે પતિ પણ પત્ની પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો તે એ સાબિત કરી કે, તેની આર્થિક સ્થિતિ કમજોર છે અને પત્નીની આવક પૂરતી છે.

અલોક મૌર્યએ હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 24 હેઠળ છુટાછેડા કે અન્ય વૈવાહિક વિવાદો દરમિયાન પતિ કે પત્નીમાંથી કોઈ પણ પક્ષ ભરણપોષણ માંગી શકે છે. જો તે આર્થિક રીતે નબળી હોય અથવા પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ હોય. આ જોગવાઈ દરેકને લાગુ પડે છે, કારણ કે તે લિંગ-તટસ્થ જોગવાઈ છે, એટલે કે પતિ પણ પત્ની પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો તે એ સાબિત કરી કે, તેની આર્થિક સ્થિતિ કમજોર છે અને પત્નીની આવક પૂરતી છે.

હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં આલોકે જણાવ્યું હતું કે, તેની અલગ થયેલી પત્ની જ્યોતિ મૌર્ય એક વહીવટી અધિકારી છે, જ્યારે તે એક નાની સરકારી નોકરી ધરાવે છે અને તે અનેક બીમારીથી પીડિત છે. એટલા માટે તે ભરણપોષણ માંગવાનો હકદાર છે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2009માં અલોકની નિયુત્તિ પંચાયતી રાજ વિભાગમાં સફાઈ કર્મચારીના પદ પર થઈ હતી. ત્યારબાદથી વર્ષ 2010માં તેના લગ્ન જ્યોતિ મોર્ય સાથે થયા હતા. અલોકએ દાવો કર્યો કે, તેમણે પ્રયાગરાજમાં પોતાની પત્નીના અભ્યાસ માટે દરેક સંભવ વ્યવસ્થા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, પીએસસી પરિક્ષા પાસ કર્યા બાદ વર્ષ 2015માં તેમને એસડીએમના રુપમાં નિયુક્તી થઈ તો તેના પરિવાર પ્રત્યેનો તેનો વ્યવહાર બદલાઈ ગયો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
