AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'નોટ ચોરી અને વોટ ચોરી બાદ ભાજપે પ્લોટ ચોરી કરી', વડોદરા મનપામાં યુસુફ પઠાણના બંગલા મુદ્દે કોંગ્રેસના ઉગ્ર સૂત્રોચ્ચાર

‘નોટ ચોરી અને વોટ ચોરી બાદ ભાજપે પ્લોટ ચોરી કરી’, વડોદરા મનપામાં યુસુફ પઠાણના બંગલા મુદ્દે કોંગ્રેસના ઉગ્ર સૂત્રોચ્ચાર

| Updated on: Oct 23, 2026 | 7:23 PM
Share

વડોદરામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાના મુદ્દે કોંગ્રેસે મહાનગરપાલિકાની કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે યુસુફ પઠાણને પ્લોટ ચોર ગણાવ્યા. આ સાથે જ ભાજપ પર આક્ષેપ કર્યો કે, અગાઉ ભાજપ વિરોધ કરતી હતી; હવે મફતમાં જમીન આપી રહી છે.

વડોદરામાં પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણને જમીન ફાળવવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને યુસુફ પઠાણને પ્લોટ ચોર ગણાવ્યા હતા. મનપાની સ્થાયી સમિતિની બેઠક દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ મિટિંગ રૂમની બહાર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ વિવાદિત પ્લોટ યુસુફ પઠાણને ફાળવી દેવામાં આવ્યો છે, જેના પર તેમનો બંગલો પણ બની ગયો હોવાના આક્ષેપો છે. અગાઉ ભાજપના જ કોર્પોરેટરો અને ધારાસભ્યો દ્વારા આ પ્લોટના બાંધકામ સામે વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, બાદમાં VMC દ્વારા આ મામલે સમાધાન કરી પ્લોટની ફાળવણીને કાયદેસર ગણાવવામાં આવી હતી.

કોંગ્રેસના આગેવાનોએ ભાજપ પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ મૂક્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, ભાજપે પહેલા નોટ ચોરી કરી, પછી વોટ ચોરી કરી અને હવે 15 કરોડનો પ્લોટ મફતમાં આપી પ્લોટ ચોરી કરી છે. આ ઘટનાને પગલે વડોદરાનું રાજકીય વાતાવરણ વધુ તંગ બન્યું છે.

Breaking News : દિવાળી પહેલાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મોટી રાહત: આજથી ઔદ્યોગિક વીજકાપ રદ, 4થી 12 વાગ્યા સુધી મળશે સતત વીજળી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">