AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000+ વધારાની ટ્રિપ્સ, 2,400 બસોનું આયોજન

Breaking News : ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000+ વધારાની ટ્રિપ્સ, 2,400 બસોનું આયોજન

| Updated on: Oct 23, 2026 | 12:27 PM
Share

દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે ગુજરાત ST નિગમે મોટો નિર્ણય લીધો છે. 4 થી 7 નવેમ્બર દરમિયાન 2,400 વધારાની બસો દ્વારા 8,000 થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવશે.

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે વતન જવા માંગતા લાખો મુસાફરો માટે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તહેવારો દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા અને તેમને સરળતાથી પોતાના વતન પહોંચાડવા માટે એસટી નિગમે ખાસ વ્યવસ્થા ગોઠવી છે.

આ આયોજન અંતર્ગત, 4 થી 7 નવેમ્બર દરમિયાન કુલ 2,400 વધારાની બસો દોડાવવામાં આવશે. આ વધારાની બસો દ્વારા 8,000 થી પણ વધુ એક્સ્ટ્રા ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવશે. ખાસ કરીને સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરોને, જેમાં રત્નકલાકારોનો પણ સમાવેશ થાય છે, તેમને મોટી રાહત મળશે.

આ ઉપરાંત, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર જેવા મુખ્ય શહેરો અને વિસ્તારો માટે પણ વધારાની બસોની સુવિધા ઉપલબ્ધ રહેશે. એસટી નિગમનો આ નિર્ણય તહેવારોમાં બસોની અછત અને મુસાફરોની ભીડને નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે અને લાખો લોકોને સરળ અને સલામત મુસાફરી પૂરી પાડશે.

અદાણી દ્વારા CNG ભાવ વધારાથી રિક્ષાચાલકો મુશ્કેલીમાં, સરકારને રજૂઆત, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">