Breaking News: સંજુ સેમસને માત્ર 23 બોલમાં ફટકારી ફિફ્ટી, ન્યૂઝીલેન્ડમાં પહેલીવાર કર્યો આ કમાલ
સંજુ સેમસને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20Iમાં ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. તેણે માત્ર 23 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. સંજુ સેમસને પોતાનો ક્લાસ બતાવતા સીરિઝની પહેલી જ મેચમાં ફિફ્ટી ફટકારી ટીકાકારોને ચૂપ કરી દીધા હતા.

લોકો કહે છે કે સંજુ સેમસનની જગ્યાએ વૈભવ સૂર્યવંશીને તક આપવી જોઈએ, પરંતુ સંજુ સેમસને ન્યૂઝીલેન્ડ સામેની પહેલી જ T20માં પોતાના બેટથી દમદાર અડધી સદી ફટકારી બધાને ચૂપ દીધા હતા.

સંજુ સેમસન ફરી એકવાર પોતાનો કલાબ બતાવ્યો અને ન્યૂઝીલેન્ડ સામેની પહેલી જ T20Iમાં ફિફ્ટી ફટકારી હતી.

સંજુ સેમસને ક્રાઇસ્ટચર્ચ T20Iમાં શાનદાર પ્રદર્શન કર્યું અને માત્ર 23 બોલમાં અડધી સદી ફટકારી.

સેમસને ધીમી શરૂઆત કરી, પરંતુ એકવાર બોલ ફટકારવાનું શરૂ કર્યા પછી તેણે મેદાનમાં ચારેબાજુ જોરદાર શોટ ફટકાર્યા.

સંજુ સેમસને પોતાની અડધી સદી પૂરી કરવા માટે ફક્ત ચાર સિંગલ લીધા. તેણે સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી.

આ અડધી સદી સંજુ સેમસનની ન્યૂઝીલેન્ડની ધરતી પર પહેલી અડધી સદી છે. અગાઉ, આ સંજુ 2020 માં ન્યૂઝીલેન્ડમાં બે T20I મેચ રમ્યો હતો પણ ફ્લોપ રહ્યો હતો.

સંજુ સેમસન, અભિષેક શર્મા સાથે મળીને ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી. બંનેએ પાવરપ્લેમાં 35 બોલમાં 93 રન ઉમેર્યા. પાવરપ્લેની છ ઓવરમાં ભારતે 94 રન બનાવ્યા.

સંજુ સેમસન 33 બોલમાં 67 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 છગ્ગા એન 8 ચોગ્ગા ફટકાર્યા હતા. (PC:PTI/X/BCCI)
Breaking News: ભુવનેશ્વર કુમારે T20I કારકિર્દીમાં પહેલીવાર ફેંક્યો નો-બોલ, 299.3 ઓવર બાદ કરી ભૂલ
