Breaking News : ભુવનેશ્વર કુમારે 1430 દિવસ પછી બોલિંગ કરી, પોતાના પહેલા 2 બોલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar )આખરે ચાર વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરી. તેણે ઝડપથી એક મોટો રેકોર્ડ (World Record) બનાવ્યો છે.

India vs New Zealand 1st T20I: ભુવનેશ્વર કુમારે 1430 દિવસ પછી ભારત માટે બોલિંગ કરી અને પહેલા 2 બોલ પર તેમણે એક ખાસ રેકોર્ડ પોતાને નામ કર્યો છે.

ભારતીય ટીમ ચાર વર્ષ પછી ટી20 સીરિઝ રમવા માટે ન્યુઝીલેન્ડ પહોંચી છે.ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે ફરી એકવાર ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ભુવનેશ્વર કુમારે ટીમ ઈન્ડિયા વાપસી કરતા એક ખાસ રેકોર્ડ પોતાને નામ બનાવ્યો છે. ફાસ્ટ બોલરે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પોતાની પહેલી 2 બોલ ડોટ નાંખી વર્લ્ડ રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો છે.

ભુવનેશ્વર કુમારના નામે ટી20 ઈન્ટરનેશનલમાં પાવરપ્લેમાં સૌથી વધારે ડોટ બોલ નાંખવાનો રેકોર્ડ છે. ભુવનેશ્વર કુમારે સૌથી વધારે 893 ડોટ બોલ નાંખ્યા છે.

ભુવનેશ્વર કુમાર ડોટ બોલ ફેંકવામાં માહિર છે. આ બોલરે આઈપીએલમાં પણ સૌથી વધારે ડોટ બોલ ફેંકનાર ખેલાડી છે. ભુવી આઈપીએલમાં 1944 ડોટ બોલ નાંખી ચૂક્યો છે.

ભુવનેશ્વર કુમાર માટે ક્રાઈસ્ટચર્ચ ટી20 ખુબ ખાસ છે. વર્ષ 2022માં આ ખેલાડી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ છેલ્લી મેચ રમી હતી. હવે આ ખેલાડીએ આ ટીમ વિરુદ્ધ વાપસી કરી છે. લગભગ ચાર વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરનાર ભુવીએ પહેલી ઓવરમાં જોરદાર બોલિંગ કરી હતી પરંતુ બીજી ઓવરમાં તે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. ટિમ સીફર્ટે આ ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકારીને 17 રન કર્યા હતા.(ALL Photo: PTI)
સ્વિંગનો કિંગ છે આ બોલર, સચિનને 0 રને આઉટ કરનાર ખેલાડીનો પરિવાર જુઓ અહી ક્લિક કરો
