AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'ભાંગડા' છોડી પંજાબી છોકરાઓ રમ્યા 'ગરબા', જોરદાર એનર્જી સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

‘ભાંગડા’ છોડી પંજાબી છોકરાઓ રમ્યા ‘ગરબા’, જોરદાર એનર્જી સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2026 | 5:44 PM
Share

ગુજરાતી નવરાત્રીમાં પંજાબી યુવકો દ્વારા શાનદાર અંદાજમાં ગરબા રમવાનો આ અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાઘડી પહેરેલા પંજાબી યુવકો પૂરા જોશ અને ઉર્જા સાથે ગરબાના તાલો પર થનગનાટ કરતા નજરે પડે છે.

ગુજરાતી નવરાત્રીમાં પંજાબી યુવકો દ્વારા શાનદાર અંદાજમાં ગરબા રમવાનો આ અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાઘડી પહેરેલા પંજાબી યુવકો એકદમ જોશ અને ઊર્જા સાથે ગરબાના તાલ પર થનગનાટ કરતા નજરે પડે છે, જેને જોઈને ત્યાંનું વાતાવરણ એકદમ મંત્રમુગ્ધ બની જાય છે.

પંજાબી કલ્ચર અને ગુજરાતી પરંપરાનો આ અદ્ભુત ફ્યુઝન લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. બીજું કે, આ ક્લિપ પર સૌ કોઈ પ્રેમ વરસાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોએ સાબિત કરી દીધું છે કે, તહેવારો ભલે ગમે તે રાજ્યના હોય પરંતુ તેને ઉજવવાનો ઉત્સાહ બધામાં સરખો જ હોય છે.

આ પંજાબી યુવકો જ્યારે ગુજરાતી ઢોલના તાલે પોતાના જોરદાર ડાન્સ સ્ટેપ્સ મિલાવે છે, ત્યારે આ દ્રશ્ય પોતાનામાં ખૂબ જ આકર્ષક લાગે છે. ઇન્ટરનેટ પર આ વીડિયો વધુ ટ્રેન્ડિંગમાં છે.

માનવ મળના આકારની ‘ચોકલેટ આઇસ્ક્રીમ’ અને યુરીનલમાં ‘ડ્રિંક્સ’, ‘ભારતીય છોકરી’ પહોંચી દુનિયાના સૌથી અનોખા કેફેમાં

Follow Us
g clip-path="url(#clip0_868_265)">