AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભુવનેશ્વર કુમારે T20I કારકિર્દીમાં પહેલીવાર ફેંક્યો નો-બોલ, 299.3 ઓવર બાદ કરી ભૂલ

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20Iમાં ભુવનેશ્વર કુમાર સાથે તેની કારકિર્દીની એક અનોખી ઘટના બની. લગભગ 300 ઓવર સુધી એકપણ નો-બોલ ન ફેંકનાર ભુવીએ આખરે આ ભૂલ કરી. ભુવનેશ્વર કુમારે મેચમાં પોતાની બીજી ઓવરના પહેલા બોલે નો-બોલ ફેંક્યો. એટલું જ નહીં, કમબેક મેચમાં ભૂવી એકપણ વિકેટ ન લઈ શક્યો અને મોંઘો સાબિત થયો.

| Updated on: Oct 22, 2026 | 3:54 PM
Share
ભુવનેશ્વર કુમારે લગભગ ચાર વર્ષ બાદ T20I ક્રિકેટમાં વાપસી કરી હતી. રસપ્રદ વાત એ છે કે તેની છેલ્લી T20I મેચ પણ ન્યૂઝીલેન્ડ સામે જ રમાઈ હતી.

1 / 8
વાપસીની પહેલી ઓવરમાં ભુવીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે માત્ર ચાર રન આપીને બેટ્સમેનોને મોટા શોટ રમવાની તક આપી નહોતી.

2 / 8
જોકે, બીજી ઓવરના પહેલા જ બોલે ભુવીનો પગ ક્રીઝની આગળ પડતાં નો-બોલ થયો. T20I કારકિર્દીમાં આ તેનો પ્રથમ નો-બોલ હતો.

3 / 8
નો-બોલ બાદ ટિમ સેફર્ટને ફ્રી હિટ મળી હતી. ન્યૂઝીલેન્ડના બેટ્સમેને આ તકનો ફાયદો ઉઠાવી ચોગ્ગો ફટકાર્યો અને ભારત પર દબાણ વધાર્યું.

4 / 8
સેફર્ટે આ ઓવરમાં આક્રમક બેટિંગ કરી હતી. પરિણામે ભુવનેશ્વરની બીજી ઓવરમાં કુલ 17 રન આવ્યા, જે ભારત માટે મોંઘા સાબિત થયા.

5 / 8
ભુવનેશ્વરે 299.3 ઓવર સુધી T20I ક્રિકેટમાં એકપણ નો-બોલ ફેંક્યો નહોતો. જોકે, તે આ મામલે આદિલ રશીદનો 320.2 ઓવરનો રેકોર્ડ તોડી શક્યો નહીં.

6 / 8
નો-બોલની ભૂલ છતાં ભુવનેશ્વરે પાવરપ્લેમાં ડોટ બોલનો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેણે T20Iમાં પાવરપ્લેમાં કુલ 680 ડોટ બોલ ફેંકીને ટિમ સાઉથીને પાછળ છોડ્યો.

7 / 8
આ મેચમાં ભુવનેશ્વરે ચાર ઓવરમાં 49 રન આપ્યા હતા અને તેને એકપણ વિકેટ મળી નહોતી. તેની બોલિંગ મોંઘી સાબિત થઈ. (PC:PTI/X)

8 / 8

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં ભારતના આ 8 ખેલાડીઓ કરી શકે છે 21 કમાલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">