AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વીકેન્ડમાં કંઈક ચટાકેદાર ખાવાનું મન છે? તો 10 મિનિટમાં બનાવો મુંબઈની સ્ટ્રીટ સ્ટાઈલ ‘રગડા પેટીસ’

હંમેશા એ જ રોજના નાસ્તાથી કંટાળ્યા છો અને કંઈક નવું ને ટેસ્ટી બનાવવું છે? તો આ વખતે મુંબઈ ફેમસ રગડા પેટીસ ટ્રાય કરો. આદુ, મરચાં અને મસાલાથી ભરપૂર રગડો અને સાથે ગોલ્ડન બ્રાઉન કુરકુરી પેટીસનું આ કમ્બિનેશન તમારા વીકેન્ડને એકદમ સ્પેશિયલ બનાવી દેશે.

વીકેન્ડમાં કંઈક ચટાકેદાર ખાવાનું મન છે? તો 10 મિનિટમાં બનાવો મુંબઈની સ્ટ્રીટ સ્ટાઈલ 'રગડા પેટીસ'
Image Credit source: AI Generated
| Updated on: Oct 23, 2026 | 9:50 PM
Share

જો તમે વીકેન્ડમાં મુંબઈના સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડનો સ્વાદ ચાખવા માંગતા હોવ, તો આ વખતે ‘રગડા પેટીસ’ ટ્રાય કરીને જુઓ. બટાકામાંથી બનેલી કુરકુરી પેટીસ અને ગરમાગરમ ચટપટા રગડાનો પહેલો જ કોળિયો ખાધા પછી તમને આ સ્વાદ ક્યારેય નહીં ભૂલાય. વરસાદની ઋતુમાં સવાર કે સાંજના નાસ્તામાં ચા સાથે આનો આનંદ માણવાની મજા જ કંઈક અલગ છે.

પેટીસ માટેની સામગ્રી

  • 10-12 બટાકા
  • 4-5 બ્રેડ સ્લાઇસ
  • 3-4 મોટી ચમચી તેલ
  • 1/2 ચમચી જીરું પાવડર
  • સ્વાદાનુસાર મીઠું

રગડા માટેની સામગ્રી

  • 3/4 કપ સફેદ વટાણા
  • 2-3 લીલા મરચાં ઝીણા સમારેલા
  • 1/4 ચમચી ખાવાનો સોડા
  • 2 મોટી ચમચી તેલ
  • 1/4 ચમચી જીરું
  • 1/4 ચમચી લાલ મરચું
  • 1/4 ચમચી હળદર
  • 1 નાની ચમચી ધાણા પાવડર
  • 1 ઇંચ આદુ
  • 1/2 નાની ચમચી આમચૂર પાવડર
  • સ્વાદાનુસાર મીઠું

ચાટ માટેની સામગ્રી

  • 1/2 વાટકી લીલી ચટણી
  • 1/2 વાટકી આમલીની ચટણી
  • 1/2 વાટકી મીઠી ચટણી
  • 1 વાટકી દહીં
  • જરૂર મુજબ ચાટ મસાલો

બનાવવાની રીત

  1. રગડા પેટીસ બનાવવાના એક દિવસ પહેલા રાત્રે વટાણાને પાણીમાં પલાળીને રાખી દો.
  2. બીજા દિવસે સૌથી પહેલા વટાણામાં સોડા, સ્વાદાનુસાર મીઠું અને વટાણાના પ્રમાણથી બમણું પાણી ઉમેરીને બાફવા માટે મૂકી દો.
  3. એક સીટી વાગી જાય પછી ગેસ બંધ ન કરો, 1-2 મિનિટ ધીમા તાપે તેને ઉકળવા દો અને પછી ગેસ પરથી ઉતારી લો.
  4. કઢાઈમાં તેલ ગરમ કરીને જીરું સાંતળી લો. આ પછી આદુની પેસ્ટ, હળદર, ધાણા પાવડર, લાલ મરચું ઉમેરીને સંતળાઈ જાય એટલે તેમાં બાફેલા વટાણા ઉમેરી દો.
  5. સાથે સહેજ ખટાશ માટે આમચૂર પણ ઉમેરો. તેને ઓછામાં ઓછી 5 મિનિટ સુધી પાકવા દેવાનું છે.
  6. વટાણા બનાવતી વખતે જ કુકરમાં બટાકા બાફવા માટે મૂકી દો.
  7. આ પછી બ્રેડને પાણીમાં પલાળો અને બાફેલા બટાકા સાથે મિક્સ કરી લો.
  8. તેમાં જીરું પાવડર અને સ્વાદાનુસાર મીઠું બરાબર મિક્સ કરો.
  9. હવે કઢાઈમાં તેલ ગરમ કરીને બટાકા અને બ્રેડના મિશ્રણને ગોળ આકાર આપીને હળવા બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી લો.
  10. આ સ્ટેપમાં પ્લેટમાં પેટીસ મૂકીને ઉપર રગડા નાખો. આ પછી એક લીલી,
  11. આમલીની અને મીઠી ચટણી નાખો. સૌથી છેલ્લે દહીં અને ચાટ મસાલો ભભરાવીને સર્વ કરો.

રોજ ‘સાદો ડોસો’ ખાઈને કંટાળ્યા છો? તો આજે જ બનાવો આ ખાસ ‘ક્રિસ્પી ડુંગળી ડોસો’

Follow Us
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
શાળા પ્રવેશ નિયમો અને બાળકોની સુરક્ષા મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
શાળા પ્રવેશ નિયમો અને બાળકોની સુરક્ષા મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">