ખુશબુ સુંદરથી પાયલ સરકાર, રાજકારણના પડદા પર ચૂંટણી ભૂમિકામાં કોણ અભિનેત્રી રહી હિટ?

દેશના ચાર રાજ્યો - પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને કેન્દ્ર શાસિત પુડુચેરીના વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ ચૂંટણીઓમાં, અભિનેત્રીઓથી નેતા બનેલી તમામ હસ્તીઓએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. ચાલો આપણે જાણીએ કે તેમાંથી કોણે જીત્યા અને કોને હારનો સામનો કરવો પડ્યો.

1/7
ખુશ્બૂ સુંદર: તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં થાઉજેંડ લાઈટ્સ ક્ષેત્રથી બીજેપી નેતા ખુશ્બુ સુંદરને હારનો સામનો કરવો પડ્યો છે. તેમને ડીએમકેના અલીલન દ્વારા 17,522 મતોથી પરાજિત કર્યા હતા. અલીલન અને ખુશ્બુ સુંદર વચ્ચે જબરદસ્ત લડત જોવા મળી હતી. પરંતુ આખરે અલિલન ચૂંટણી જીતી ગયા.

2/7
લોકેટ ચેટર્જી: પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર લોકેટ ચેટર્જી ચુનચુરા વિધાનસભા બેઠક પરથી હાર્યા છે. લોકેટ ચેટર્જીને 98011 મત મળ્યા હતા જ્યારે તેમને પરાજિત કરનાર અસિત મઝુમદારને 115802 મત મળ્યા હતા. રાજકારણી બનતા પહેલા લોકેટ ચેટર્જી બંગાળી ફિલ્મોની એક પ્રખ્યાત અભિનેત્રી હતી.

3/7
પાયલ સરકાર: પશ્ચિમ બંગાળની બેહલા પૂર્વ વિધાનસભા બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના રત્ના ચેટર્જીએ ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી પાયલ સરકારને હરાવી છે.

4/7
સાયંતીકા બેનર્જી:  બંગાળી અભિનેત્રી સાયંતિકા બેનર્જી માર્ચમાં તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ. સાયંતિકાએ બંકુરા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. સાયંતિકાને ભાજપના નીલાદ્રી શેખર દાનાએ હાર આપી છે.

5/7
સાયોની ઘોષ: TMC એ સાયોની ઘોષને આસનસોલ દક્ષિણથી ઉમેદવાર બનાવ્યા હતા. ત્યાં તે 4487 મતોથી હાર્યો હતા. ભાજપના અગ્નિમિત્ર પોલે તેમને હરાવ્યા. અગ્નિમિત્રને 87,881 મત મળ્યા જ્યારે સાયોનીને 83,394 મત મળ્યા.

6/7
જૂન માલિયા: બંગાળના મિદનાપુર વિધાનસભા બેઠક પરથી તૃણમૂલના ઉમેદવાર અને અભિનેત્રી જૂન માલિયા જીત્યા છે. તેમણે ભાજપના સુમિત કુમાર દાસને 24397 મતોથી હરાવ્યા હતા.

7/7
તમને જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ધરખમ વિજય સાથે સત્તા પરત ફરી છે. ટીએમસીએ 292 માંથી 210 વિધાનસભા બેઠકો જીતી લીધી છે અને 3 બેઠકો પર આગળ છે. ભલે ટીએમસીએ ભવ્ય વિજય નોંધાવ્યો હોય, પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જીને નંદીગ્રામ વિધાનસભા બેઠક પર ભાજપના શુભેન્દ્રુ અધિકારીએ પરાજિત કર્યા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati