IRCTC Tour Package 2025 : હવે દુબઈ ફરવાનું તમારું સપનું પરું થશે, જાણો કેટલો થશે ખર્ચો
IRCTCએ ખૂબ જ આકર્ષક અને સસ્તું આંતરરાષ્ટ્રીય ટૂર પેકેજ લોન્ચ કર્યું છે, જે તમને ઓછા બજેટમાં દુબઈ અને અબુ ધાબીની મુલાકાત લેવાની તક આપે છે. અહીં ટુર પેકેજની વિગતવાર માહિતી આપવામાં આવી છે,

ઓછા બજેટમાં ઈન્ટરનેશનલ ટ્રિપ પ્લાન કરી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે છે. આઈઆરસીટીસી Dazzling Dubai with Abudhabi Ex Kochi નામનું ઈન્ટરનેશનલ ટુર પેકેજ લોન્ચ કર્યું છે. આ પેકેજ હેઠળ તમે દુબઈ અને અબુ ધાબીનો પ્રવાસ કરી શકો છો.

બુર્ઝ ખલીફા, દુબઈ મોલમાં ખરીદી કરી, દુબઈ મરીના કિનારે શાનદાર ક્રુઝ પર ફરી શકો છો. તમે આ ટુર પેકેજમાં પરિવાર સાથે પણ જઈ શકો છો. આ સિવાય અબુ ધાબુનો પ્રવાસ આ ટુર પેકેજમાં સામેલ છે. પ્રવાસ દરમિયાન સાંસ્કૃતિક વસ્તુઓ નજીકથી જોઈ શકશો.

5 દિવસ અને 4 રાતના આ ટુર પેકેજમાં તમે ઓછા બજેટમાં ડબલ મજા કરી શકશો. કોચીન ઈન્ટરનેશલ એરપોર્ટ પરથી 1 નવેમ્બરના રોજ તમામ યાત્રિકોએ સવારે રિપોર્ટ કરવાનું રહેશે. કોચીનથી ફ્લાઈટમાં બેસવાનું રહેશે, શારજાહ એરપોર્ટ પર આગમન થશે.

બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પણ આ પેકેજમાં સામેલ છે. તેમજ 3 સ્ટાર હોટલમાં તમને રુમ મળશે. સિંગલ ટ્રિપ 1,10,800 રુપિયામાં પડશે. જો તમે બે વ્યક્તિ જઈ રહ્યા છો. તો આ ટુર પેકેજ 92,000માં પડશે.

તમને જણાવી દઈએ કે, આ ટુર પેકેજનો કોડ SEO15 છે. જો તમે આ ટુર પેકેજમાં જવા માંગો છો તો આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ આ ટુર પેકેજ તમે બુક કરી શકો છો. તમને અમદાવાદથી પણ અનેક ટુર પેકેજનો આનંદ માણી શકો છો. જેના માટે તમારે આઈઆરસીટીસીની વેબસાઈટ પર સર્ચ કરવાનું રહેશે

મુસાફરોએ તેમનો પાસપોર્ટ સાથે રાખવો જરુરી છે જે ભારત પાછા ફરવાની તારીખથી ઓછામાં ઓછા 06 મહિના માટે માન્ય હોવો જોઈએ. આ ટુર પેકેજ 1 નવેમ્બરના રોજ થી શરુ થશે, 5 નવેમ્બરના રોજ તમે ભારત પરત ફરશો. (all photo : canva)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
