Sports & Entertainment : ‘ક્રિકેટ લવર્સ કે સિને લવર્સ’ GST સુધારાથી કોણ ફાયદામાં ? કોને લાગશે મોટો આંચકો?
GST સુધારાથી મિડલ ક્લાસ વર્ગના લોકોને રાહત મળી છે. કપડાંથી લઈને ગાડીઓ સુધી મોટાભાગની વસ્તુઓના ભાવમાં ઘટાડો જોવા મળશે. એવામાં ચાલો જાણીએ કે, GST સુધારાથી IPL અને Movie ટિકિટ પર ટકા ટેક્સ લાગશે...

નાણામંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વ હેઠળ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) કાઉન્સિલે એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટ્સના કાર્યક્રમો માટેના ટેક્સ રેટમાં નોંધપાત્ર ફેરફારની જાહેરાત કરી છે.

આ અંતર્ગત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જેવી હાઇ-પ્રોફાઇલ ટુર્નામેન્ટ પર ટેક્સ વધારવામાં આવ્યો છે, જ્યારે ઓછી કિંમતે ટિકિટ ખરીદનારા સિનેમા લવર્સને રાહત આપવામાં આવી છે. GST સ્ટ્રક્ચરમાં થયેલ ફેરફાર મુજબ, IPL મેચો અને અન્ય બિન-માન્યતા પ્રાપ્ત સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં હવે એન્ટ્રી પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) સાથે 40 ટકા GST લાગશે, જે અગાઉ 28 ટકા હતો.

વધેલા ટેક્સને કારણે IPLની ટિકિટો 'કેસિનો અને રેસ ક્લબ' જેવી જ ટેક્સ કેટેગરીમાં આવી ગઈ છે, જેના કારણે આ ફેમસ ક્રિકેટ લીગ હવે ચાહકોને મોંઘી પડશે. ઉદાહરણ તરીકે, GST પછી 1,000 રૂપિયાની ટિકિટ હવે લગભગ 1,400 રૂપિયામાં મળશે.

કાઉન્સિલે સ્પષ્ટતા કરી છે કે, આ હાઈ ટેક્સ 'માન્ય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ' પર લાગુ પડશે નહીં. આવા ઇવેન્ટ્સ માટે ₹500 સુધીની ટિકિટોમાં GST લાગુ નહીં થાય, જ્યારે ₹500 થી વધુ કિંમતની ટિકિટો પર 18% ના દરે GST વસૂલાશે.

બીજીબાજુ સિનેમા લવર્સને તો ખાસ રાહત મળશે. 100 રૂપિયા સુધીની ટિકિટ પર હવે ITC સાથે માત્ર 5 ટકા ટેક્સ લાગશે, જે અગાઉ 12 ટકા હતો. આનો હેતુ સામાન્ય દર્શકો માટે ફિલ્મોની ટિકિટ વધુ સસ્તી બને તે છે, કારણ કે મોટાભાગના લોકો ઓછી કિંમતની ટિકિટ પર આધાર રાખે છે. જો કે, વધુ કિંમતની ટિકિટ પર ITC સાથે 18% GST ટેક્સ પહેલાની જેમ યથાવત રહેશે.

આ ફેરફારને કારણે ક્રિકેટ ચાહકોને તેમની મનપસંદ IPL ટીમને લાઈવ જોવા માટે વધુ ખર્ચો કરવો પડશે, જ્યારે બીજીબાજુ સિનેમા લવર્સને રાહત મળશે.
GST સુધારાની જાહેરાત.. શું સસ્તું થશે અને શું મોંઘું થશે, આખું List જોવા અહીં ક્લિક કરો..
