IPL 2024 માં એમ.એસ. ધોની રમશે કે નહીં? ચેન્નાઈ સુપર કિંગ્સે જાહેર કર્યું રિટેન અને રિલિઝ પ્લેયરનું લિસ્ટ
ચેન્નાઈ સુપર કિંગ્સે આ પ્લેયરને જાળવી રાખ્યા છે. MS ધોની, રવિન્દ્ર જાડેજા, રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, શિવમ દુબે, દીપક ચહર, મહીષ તીક્ષણા, મતીષા પતિરણા, મુકેશ ચૌધરી, અજિંક્ય રહાણે, શેખ રશીદ, મિશેલ સેંટનર, મોઈન અલી, નિશાંત સિંધુ, અજય મંડલ, રાજવર્ધન હંગરગેકર, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ અને તુષાર દેશપાંડે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે આગામી મહિને હરાજી યોજાશે. પ્લેયરના ઓક્શન પહેલા બધી જ ટીમ દ્વારા કેટલાક ખેલાડીને રિલિઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ટીમ દ્વારા કેટલાક ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા છે.

IPL ટીમ કયા પ્લેયરને રિલિઝ કરશે તેના માટે આજે એટલે કે, 26મી નવેમ્બરે નિર્ણય લેવાનો છે. BCCI એ 26 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધીનો સમય ટીમને આપેલો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે કેટલાક ખેલાડીઓને જાળવી રાખ્યા અને કેટલાક પ્લેયરને રિલિઝ કર્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે આ પ્લેયરને જાળવી રાખ્યા છે. MS ધોની, રવિન્દ્ર જાડેજા, રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, શિવમ દુબે, દીપક ચહર, મહીષ તીક્ષણા, મતીષા પતિરણા, મુકેશ ચૌધરી, અજિંક્ય રહાણે, શેખ રશીદ, મિશેલ સેંટનર, મોઈન અલી, નિશાંત સિંધુ, અજય મંડલ, રાજવર્ધન હંગરગેકર, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ અને તુષાર દેશપાંડે.

ચેન્નાઈ સુપર કિંગ્સે આ પ્લેયરને રિલિઝ કર્યા છે. બેન સ્ટોક્સ, ડ્વેન પ્રિટોરિયસ, ભગત વર્મા, સુભ્રાંશુ સેનાપતિ, આકાશ સિંહ, કાઈલ જેમસન, સિસાંડા મેગાલા અને અંબાતી રાયડુ.

32 વર્ષીય સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે IPL માંથી પોતાનું નામ પાછું ખેંચ્યું છે. તેમણે પોતાના વર્કલોડને મેનેજ કરવા માટે આવો નિર્ણય લીધો છે. આઈપીએલ પહેલા તેમને ભારતમાં 5 ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે. ત્યારબાદ જૂન 2024માં T20 વર્લ્ડ કપ પણ રમાવાનો છે.